Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૩ સૂ. ૪૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૮૩
गुणानां हि द्वैरूप्यं व्यवसेयात्मकत्वं व्यवसायात्मकत्वं च । तत्र व्यवसेयात्मकतां ग्राह्यतामास्थाय पञ्च तन्मात्राणि भूतभौतिकानि निर्मिमीते व्यवसायात्मकत्वं तु ग्रहणरूपमास्थाय साहङ्काराणीन्द्रियाणीत्यर्थः । शेषं सुगमम् ॥४७॥
ભૂતજય પછી યોગી માટે ઇન્દ્રિયજયનો ઉપાય “ગ્રહણ સ્વરૂપ..’’ વગેરેથી કહે છે. ગ્રહણનું નિરૂપણ ગ્રાહ્યને આધીન છે. તેથી “સામાન્ય વિશેષાત્મા’ વગેરેથી ગ્રાહ્ય વર્ણવે છે. ગ્રાહ્ય કહીને “તેષુ ઇન્દ્રિયાણાં વૃત્તિઃ” વગેરેથી ગ્રહણ કહે છે. વૃત્તિ એટલે આલોચન કે વિષયાકારે પરિણામ. ઇન્દ્રિયો ફક્ત સામાન્યોમાં પ્રવર્તે છે, એમ કહેનાર લોકો પ્રત્યે “ન ચ” વગેરેથી કહે છે કે ગ્રહણ થાય એને ગ્રહણ કહે છે. એ ગ્રહણ ફક્ત સામાન્યગોચર નથી. બહારતરફ વલણવાળી ઇન્દ્રિયોને આધીન રહીને મન બહાર પ્રવર્તે છે. નહીં તો કોઈ માણસ આંધળો-બહેરો હોઈ શકે નહીં. તેથી ઇન્દ્રિયો જો વિશેષને પોતાનો વિષય ન બનાવે તો વિશેષતાનો વિચાર કર્યા વિના મન કેવી રીતે અનુવ્યવસાય કરે ? માટે ઇન્દ્રિયનું આલોચન સામાન્ય અને વિશેષ બંનેને વિષય બનાવે છે. આ ગ્રહણ ઇન્દ્રિયોનું પહેલું રૂપ છે.
“સ્વરૂપં પુનઃ” વગેરેથી બીજું રૂપ કહે છે. અહંકાર પોતાના સત્ત્વભાગથી ઇન્દ્રિયો ઉત્પન્ન કરે છે. તેથી એનું સામાન્ય કરણપણું અને નિયતરૂપ વગેરેને વિષય બનાવવા રૂપ વિશેષપણું -એ બંને પ્રકાશાત્મક છે, એવો અર્થ છે. અસ્મિતાલક્ષણ અહંકાર એમનું ત્રીજું રૂપ છે. અહંકાર ઇન્દ્રિયોનું કારણ છે. જ્યાં ઇન્દ્રિયો હોય ત્યાં અહંકાર પણ હોય. આમ બધી ઇન્દ્રિયો માટે સમાન હોવાથી એ એમનું સામાન્ય રૂપ છે. ગુણો એમનું ચોથું રૂપ છે. ગુણો વ્યવસાય (ગ્રહણ) રૂપ અને વ્યવસેય (ગ્રાહ્ય) રૂપ છે. વ્યવસેયરૂપે ગ્રાહ્યતાનો સ્વીકાર કરી, પાંચ તન્માત્રો, ભૂતો અને ભૌતિકોનું નિર્માણ કરે છે, અને વ્યવસાયરૂપે ગ્રહણરૂપ સ્વીકારીને અહંકાર સાથે ઇન્દ્રિયો ઉત્પન્ન કરે છે. બાકીનું સુગમ છે. ૪૫
ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥४८॥ એનાથી (ઇન્દ્રિયજયથી) મન જેવો વેગ, વિકરણભાવ અને પ્રધાનજય સિદ્ધ થાય છે. ૪૮
भाष्य
कायस्यानुत्तमो गतिलाभो मनोजवित्वम् । विदेहानामिन्द्रियाणामभिप्रेतदेशकालविषयापेक्षो वृत्तिलाभो विकरणभावः । सर्वप्रकृति