Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પતંજલિનાં યોગસૂત્રો
[पासू २२
કારણે ચક્ષુ શરીર અને એના રૂપને ગ્રહણ કરવાની શક્તિ અનુભવે છે. એ રૂપમાં યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે રૂપવાળા શરીરને પ્રત્યક્ષ થવામાં હેતુભૂત રૂપની ગ્રાહ્યશક્તિ રોકાય છે. એ રોકાતાં યોગી અદૃશ્ય બને છે. અન્યની આંખમાંથી ઉત્પન્ન થયેલા પ્રકાશરૂપ જ્ઞાનથી સંયોગ થતો નથી. તેથી યોગીનું શરીર ચાક્ષુષ જ્ઞાનનો અવિષય બને છે. એમ થવામાં અંતર્ધાન કારણરૂપ છે. “એતેન” વગેરેથી શરીરની જેમ, શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ પર સંયમ કરવાથી, એમની ગ્રાહ્યશક્તિ રોકાતાં, કાન, ત્વચા, જિા અને નાકના પ્રકાશરૂપ જ્ઞાનનો સંયોગ ન થતાં, એ પણ અન્તર્ધાન થાય છે, એવું પણ સૂત્રથી સૂચિત થયું એમ જીણવું. ૨૧
332]
सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥२२॥
સોપક્રમ અને નિરુપક્રમ કર્મ પર સંયમ કરવાથી કે અરિષ્ટોથી अपरान्त (मृत्युअण) नुं ज्ञान थाय छे. २२
भाष्य
आयुर्विपाकं कर्म द्विविधम्-सोपक्रमं निरुपक्रमं च । तत्र यथार्द्र वस्त्रं वितानितं लघीयसा कालेन शुच्येत्तथा सोपक्रमम् । यथा च तदेव संपिण्डितं चिरेण संशुष्येदेवं निरुपक्रमम् । यथा वाग्निः शुष्के कक्षे मुक्त वातेन समन्ततो युक्तः क्षेपीयसा कालेन दहेत्तथा सोपक्रमम् । यथा वा स एवाग्निस्तृणराशौ क्रमशोऽवयवेषु न्यस्तश्चिरेण दहेत्तथा निरुपक्रमम् । तदैकभविकमायुष्करं कर्म द्विविधम्-सोपक्रमं निरुपक्रमं च । तत्संयमादपरान्तस्य प्रायणस्य ज्ञानम् ।
1
अरिष्टेभ्यो वेति । त्रिविधमरिष्टमाध्यात्मिकमाधिभौतिकमाधिदैविकं च । तत्राध्यात्मिकं घोषं स्वदेहे पिहितकर्णो न शृणोति, ज्योतिर्वा नेत्रेऽवष्टब्धे न पश्यति । तथाधिभौतिकं यमपुरुषान्पश्यति पितॄनतीतानकस्मात्पश्यति । तथाधिदैविकं स्वर्गमकस्मात्सिद्धान्वा पश्यति, विपरीतं वा सर्वमिति । अनेन वा जानात्यपरान्तमुपस्थितमिति ॥२२॥
આયુષ્યરૂપ ફળ આપતું કર્મ સોપક્રમ અને નિરૂપક્રમ એમ બે પ્રકારનું છે. સોપક્રમ કર્મ ફેલાયેલા ભીના વસ જેવું છે, જે થોડા વખતમાં