Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૭૦]
પતંજલિનાં યોગસૂત્રો
[[પા. ૩ સૂ. ૪૪
तत्रेति । किं परशरीरावेशमात्रमितो नेत्याह-ततश्चेति । ततो धारणातो महाविदेहाया मनःप्रवृत्तेः सिद्धेः । क्लेशश्च कर्म च ताभ्यां विपाकत्रयं जात्यायु गाः । तदेतद्रजस्तमोमूलं विगलितरजस्तमसः सत्त्वमात्राद्विवेकख्यातिमात्रसमुत्पादात् । तदेतद्विपाकत्रयं रजस्तमोमूलतया तदात्मकं सद् बुद्धिसत्त्वमावृणोति । तत्क्षयाच्च निरावरणं योगिचत्तं यथेच्छं विहरति विजानाति चेति ॥४३।।
બહિરકલ્પિતા” વગેરે સૂત્રથી બીજાના શરીરમાં પ્રવેશના હેતુરૂપ અને ક્લેશકર્મવિપાકના ક્ષયના હેતુરૂપ સંયમવિષે કહે છે. “શરીરાદ્ બહિ:” વગેરેથી વિદેહી વર્ણવે છે. “સા યદિ.વગેરેથી અકલ્પિત મહાવિદેહાના ઉપાયને દર્શાવવા માટે કલ્પિત વિદેહા કહે છે. “યા તુ” વગેરેથી મહાવિદેહા કહે છે “તત્ર કલ્પિતયા” વગેરેથી કલ્પિતા ઉપાય અને અકલ્પિતા ઉપેય છે, એમ કહે છે. “તત” વગેરેથી ફક્ત પરશરીર પ્રવેશ નહીં, અન્ય સિદ્ધિ પણ મળે છે, એમ કહે છે. પછી ધારણાથી મનની મહાવિદેહ પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. ક્લેશ અને કર્મ એ બંનેથી જન્મ, આયુષ્ય અને ભોગ એમ ત્રણ વિપાકો થાય છે. એનું મૂળ રજસ, તમસ છે. જેના રજન્સ, તમસ ઓગળી ગયા હોય એ સત્ત્વમાત્રથી વિવેકખ્યાતિ પ્રાપ્તિ કરે છે. આ ત્રણ વિપાકો રજસ્, તમમ્ રૂપ મૂળવાળા છે, તેથી પોતાની સાથે જોડાયેલા સત્ત્વમાંથી પરિણમેલી બુદ્ધિનું આવરણ કરે છે. એમના ક્ષયથી આવરણ વિનાનું યોગીનું ચિત્તસત્ત્વ યથેચ્છ વિહાર કરે છે અને (બધા પદાર્થોને) જાણે છે. ૪૩
स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः ॥४४॥
(આકાશ વગેરે પાંચ ભૂતોની) સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય, અને અર્થવત્ત અવસ્થાઓ પર સંયમ કરવાથી ભૂતજય થાય છે. ૪૪
_ भाष्य
तत्र पार्थिवाद्याः शब्दादयो विशेषाः सहकारादिभिर्धर्मः स्थूलशब्देन परिभाषिताः । एतद्भूतानां प्रथमं रूपम् ।
द्वितीयं रूपं स्वसामान्यं मूर्तिर्भूमिः स्नेहो जलं वह्निरुष्णता वायुः प्रणामी सर्वतोगतिराकाश इत्येतत्स्वरूपशब्देनोच्यते । अस्य सामान्यस्य शब्दादयो विशेषाः । तथा चोक्तम्- एकजातिसमन्वितानामेषां धर्ममात्रव्यावृत्तिरिति ।