Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૧ સૂ. ૩૬] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૯૭
शान्तमपगतरजस्तमस्तरङ्गम् । अनन्तं व्यापि अस्मितामात्रं न पुनर्नानाप्रभारूपम् । आगमान्तरेण स्वमतं समीकरोति यत्रेति । यत्रेदमुक्तं पञ्चशिखेन । तमणुं दुरधिगमत्वादात्मानमहंकारास्पदमनुविद्यानुचिन्त्यास्मीत्येवं तावज्जानीत इति । स्यादेतद्नानाप्रभारूपा भवतु ज्योतिष्मती कथमस्मितामात्ररूपा ज्योतिष्मतीत्यत आह-एषा द्वयीति । विधूतरजस्तमोमलास्मितैव सत्त्वमयी ज्योतिरिति भावः । द्विविधाया अपि ज्योतिष्मत्याः फलमाह ययेति ॥३६॥
વિશોકા એટલે દુઃખરહિત અને જ્યોતિષ્મતી એટલે પ્રકાશરૂપ. હૃદયકમળ એટલે પેટ અને છાતી વચ્ચે આઠ પાંખડીઓવાળું, નીચે તરફ મુખવાળું કમળ. એને રેચક પ્રાણાયામથી ઉપરની તરફ મુખવાળું બનાવી, એમાં ચિત્ત એકાગ્ર કરે. એ કમળના મધ્યમાં સૂર્યમંડળ અને અકારરૂપ જાગ્રતનું સ્થાન છે. એના ઉપર ચંદ્રમંડળમાં ઉકારરૂપ સ્વપ્રસ્થાન છે. એથી ઉપર અગ્નિમંડળમાં મકારરૂપ સુષુપ્તિનું સ્થાન છે. એની ઉપર તુરીય સ્થાનમાં પરમ વ્યોમ (ચિદાકાશ)રૂપ, અર્ધમાત્રારૂપ બ્રહ્મનાદ છે, એમ બ્રહ્મવેત્તાઓ કહે છે. એની કર્ણિકામાં, ઊર્ધ્વમુખવાળી, સૂર્ય વગેરેનાં મંડળોના મધ્યમાં બ્રહ્મનાડી છે. એનાથી પણ ઉપર સુષુણ્ણા નામની નાડી છે, જેમાં બહારનાં સૂર્ય વગેરેનાં મંડળો પરોવાયેલાં છે. એ ચિત્તનું સ્થાન છે. એમાં ધારણા કરવાથી યોગીને ચિત્ત (ના સ્વરૂપ)નું જ્ઞાન થાય છે. “બુદ્ધિસત્ત્વ હિ..” વગેરેથી યુક્તિપૂર્વક બુદ્ધિસંવિતનો આકાર દર્શાવે છે. આકાશ જેવું એમ કહીને વ્યાપકતા બતાવે છે. સૂર્ય વગેરેની પ્રભાઓનું રૂપ એમના આકારથી ક્રમશઃ વિવિધરૂપે દેખાય છે. મનથી અહીં બુદ્ધિ સમજવાની છે, મહત્તત્ત્વ નહીં. સુષુમ્મામાં રહેલા એનો જન્મ વૈકારિક અહંકારથી થાય છે, અને એમાં સત્ત્વગુણ વધારે હોવાથી પ્રકાશરૂપ કહ્યું છે. તે તે વિષયગોચર હોવાથી, એનું વ્યાપકપણું પણ સિદ્ધ છે. અસ્મિતાના કાર્યરૂપ મનમાં સમાપત્તિ (તદ્રુપતા) દર્શાવીને “તથા અસ્મિતાયા”.. વગેરેથી અસ્મિતા સમાપત્તિનું સ્વરૂપ કહે છે. શાન્ત એટલે રજ-તમસના તરંગો વિનાનું. અનંત એટલે સર્વવ્યાપક, અને અસ્મિતામાત્ર, એટલે વિવિધ પ્રજાઓના રૂપવાળું નહીં. “યત્ર” વગેરેથી બીજા આગમના ઉદ્ધરણ વડે પોતાના મતનું સમર્થન કરે છે કે સમાનતા બતાવે છે. આ વિષે પંચશિખાચાર્યે કહ્યું છે : “એ દુય હોવાથી અણુ કહેવાતા, અહંકારના આશ્રય આત્માને અનુવિદ્ય એટલે “હું છું” એમ ચિંતન કરીને જાણે છે.”
ભલે. પણ જયોતિષ્મતી વિવિધ પ્રભારૂપ હોવાથી એ નામથી કહી શકાય, પરંતુ અસ્મિતામાત્રને જ્યોતિષ્મતી કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “એષા કયી” વગેરેથી કહે છે જેમાંથી રજ-તમનો મળ નષ્ટ થયો છે, એવી અસ્મિતા પોતે જ સત્ત્વમય પ્રકાશ છે, એવો ભાવ છે. “થયા..” વગેરેથી બંને પ્રકારની