Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ર સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૬૯
તેથી એકબીજા સાથે અથડામણમાં આવતા કર્ભાશયો નિરંતર ઉત્પન્ન થવાના સ્વભાવવાળા અને ફળ આપવામાં અનિશ્ચિત હોવાથી બુદ્ધિમાન લોકો માટે ફળનો ક્રમ નક્કી કરવો અશક્ય છે. આ કારણે વિશ્વાસ ન રહેવાથી લોકો પુણ્યકર્મનું અનુષ્ઠાન કરવામાં શિથિલ બનશે.
બીજા વિકલ્પનું નિરાકરણ કરે છે : એક કર્મ અનેક જન્મોનું કારણ નથી. પૂછે છે, કેમ ? “અનેકષ...” વગેરેથી ઉત્તર આપે છે. અનેક જન્મોમાં એકઠાં કરેલાં કર્મોમાંથી એક એક કર્મ અનેક જન્મરૂપ ફળનું કારણ હોય તો બાકી રહેલાંનો વિપાકકાળ નહીં રહે, અને એ પણ અનિષ્ટ છે. કર્મો નિષ્ફળ છે એમ માની લોકો એમનું અનુષ્ઠાન નહીં કરે. જો એક જન્મમાં એક કર્મનું ફળ ભોગવાય, એવા ફળના કમનિયમમાં લોકોને વિશ્વાસ ન હોય, તો એક કર્મનું ફળ ઘણા જન્મોમાં ભોગવાય, એમાં વિશ્વાસની વાત જ શી કરવી? આ વિકલ્પમાં વર્તમાન જીવનમાં થતાં ક્રિયમાણ કર્મોને તકના અભાવમાં વિપાકનો સમય મળશે નહીં, એવો ભાવ છે.
ત્રીજા વિકલ્પનું “ન ચાનેક કર્મોનેકસ્ય જન્મનઃ કારણ” અનેક કર્મો અનેક જન્મોનું કારણ નથી, એમ કહીને નિરાકરણ કરે છે. “તદનેક જન્મ યુગપન્ન સંભવતિ..” વગેરેથી એનો હેતુ દર્શાવે છે. એ અનેક જન્મો જે યોગી નથી એવા સામાન્ય માણસો માટે એકી સાથે થઈ શકે નહીં, તેથી ક્રમશઃ થાય છે એમ કહેવું પડશે. જો હજાર કર્મો એકી સાથે હજાર જન્મો ઉત્પન્ન કરે, તો એનાથી હજાર કર્મોનો ક્ષય થતાં, બાકીનાં કર્મો માટે વિપાકનો સમય અને ફળના ક્રમનો નિયમ રહેશે. પણ જન્મો એકી સાથે થતા નથી. આમ પહેલા વિકલ્પમાં બતાવેલો દોષ આ વિકલ્પમાં પણ રહેશે, એવો અર્થ છે.
“તસ્માન્જન્મપ્રાયણાન્તરે કૃતા” વગેરેથી કહે છે કે આમ ત્રણ વિકલ્પો અસ્વીકાર્ય હોવાથી, બાકી રહેલા અનેક કર્મો એક જન્મનું કારણ છે એ – વિકલ્પ સાચો છે એમ સિદ્ધ થાય છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમય દરમ્યાન વિચિત્ર પ્રકારનાં સુખદુ:ખોની ભેટ આપતો હોવાથી વિચિત્ર, પ્રધાન એટલે ઉત્પન્ન થઈને તરત ફળ આપનાર અને વિલંબથી ફળ આપનાર ગૌણ એવી વ્યવસ્થાથી, કર્ભાશય મરણ વખતે પ્રગટ થઈને, એટલે પોતાના કાર્યનો આરંભ કરવા અભિમુખ બનીને, એકી સાથે એક સાંકળની જેમ પોતાનું જન્મ વગેરે આપવાનું કાર્ય કરીને એક જ જન્મ ઉત્પન્ન કરે છે, અનેક નહીં.
આવો જન્મ એટલે મનુષ્યપણું વગેરે. અને એનું આયુષ્ય પણ એ જ