Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૨૪૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૩૨
संशयविपर्ययौ चेति । एतावता शुद्धोऽभिसंधिरुक्तः । एते च यमनियमा विष्णुपुराण
૩
:
ब्रह्मचर्यमहिंसां च सत्यास्तेयापरिग्रहान् । सेवेत योगी निष्कामो योग्यतां स्वमनोनयन् ॥३६॥ स्वाध्यायशौचसंतोषतपांसि नियतात्मवान् । कुर्वीत ब्रह्मणि तथा परस्मिन्प्रवणं मनः ॥३७॥ एते यमाः सनियमाः पञ्च पञ्च प्रकीर्तिताः । विशिष्टफलदाः काम्या निष्कामाणां विमुक्तिदाः ॥३८॥
(દ્દાનરૂદ્દ-૩૮) રૂતિ IQરા શૌચસંતોષ” વગેરે સૂત્રથી પવિત્રતા વગેરે નિયમો કહે છે “તત્ર શૌચમ્” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. આદિ શબ્દથી ગોમય વગેરે સમજવાનાં છે. ગોમૂત્ર, યવાગૂ (જવની રાબ) વગેરે મેધ્ય, (પવિત્ર) આહાર છે. “એનું ભોજન વગેરેમાં પ્રયોજેલો વગેરે શબ્દ કોળિયાનું માપ, સંખ્યા, નિયમ વગેરે સૂચવે છે. “પવિત્ર આહાર વગેરેથી થતી પવિત્રતા” એમ કહેવાને બદલે, ફક્ત “પવિત્ર આહાર વગેરે” કહ્યું એમાં કારણમાં કાર્યનો ઉપચાર (વ્યવહાર) છે. મદ, માન, અસૂયા વગેરે ચિત્તના મળ છે. એમને દૂર કરવા એ મનની પવિત્રતા છે. પ્રાણયાત્રામાત્ર (ફક્ત જીવન ટકી રહે એટલાં જ) સાધનોથી વધારે મેળવવાની ઈચ્છાનો અભાવ સંતોષ છે. વસ્તુઓનો સ્વીકાર કે ત્યાગ કરતાં પહેલાં આવો સંતોષ હોવો જોઈએ, એ એની વિશેષતા છે. કાષ્ઠમૌન એટલે ઈશારાથી પણ પોતાનો અભિપ્રાય પ્રગટ ન કરવો. અને કાંઈ બોલવું નહીં એ આકારમૌન છે. “પરિક્ષીણવિતર્કજાલા” વિતર્ક એટલે આગળ કહેવાશે એ સંશય, વિપર્યય વગેરે. આનાથી શુદ્ધ મનઃસ્થિતિ કહી. આ યમનિયમો વિષ્ણુપુરાણમાં આ પ્રમાણે કહ્યા છે : “બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહનું યોગીએ નિષ્કામભાવે સેવન કરવું, જેથી એનું મન પાત્રતા કેળવે. સ્વાધ્યાય, શૌચ, સંતોષ અને તપ સંયત આત્માવાળા યોગીએ સેવવાં જોઈએ. અને મનને સતત પરબ્રહ્મમાં જોડવાનો અભ્યાસ કરવો જોઈએ. આ પાંચ પાંચ યમનિયમ કહ્યા. એ કામનાવાળાને વિશિષ્ટ ફળ આપનારા અને નિષ્કામ યોગીને મોક્ષ આપનારા છે. (વિષ્ણુપુરાણ ૬, ૭, ૩૬-૩૮) ૩૨.
તેષાં યમનિયમનામૂ- આ યમ નિયમોનો