Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ. ૫૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૭૧
શબ્દ વગેરેનું વ્યસન ન હોવું ઇન્દ્રિયજય છે, એમ કેટલાક લોકો કહે છે. સક્તિ એટલે વ્યસન, કારણ કે એ મનુષ્યને શ્રેયથી “વ્યસ્થતિ” દૂર લઈ જાય છે. માટે (શ્રુતિ વગેરેથી) અવિરુદ્ધ અને ન્યાયસંગત શબ્દાદિ સેવવા
मे, मेम 324155छे.
- સ્વેચ્છાથી શબ્દ વગેરે વિષયો સેવવાની શક્તિ (ઇન્દ્રિયજય) છે, એમ બીજા કેટલાક કહે છે. રાગદ્વેષ અને સુખદુઃખવિના શબ્દ વગેરેનું જ્ઞાન થાય એ ઇન્દ્રિયજય છે એમ કેટલાક લોકો કહે છે. જૈગિષત્ર ઋષિના મત પ્રમાણે ચિત્ત એકાગ્ર બનતાં ઇન્દ્રિયોની અપ્રવૃત્તિ ઈન્દ્રિયજય છે. આનાથી પૂર્ણ વશ્યતા થાય છે. કારણ કે ચિત્તના નિરોધથી ઇન્દ્રિયો પણ નિરુદ્ધ થાય છે, અને ઇન્દ્રિયજય માટે પ્રયત્નપૂર્વક બીજા ઉપાયોની અપેક્ષા યોગીઓને રહેતી નથી. ૫૫ इति श्रीपातञ्जले सांख्यप्रवचने योगशास्त्रे श्रीमद्वयासभाष्ये
द्वितीयः साधनपादः ॥२॥ આમ શ્રી પતંજલિના યોગશાસ્ત્ર પર શ્રીમદ્ વ્યાસ રચિત સાંખ્ય પ્રવચન ભાષ્યમાં
બીજો સાધનપાદ સમાપ્ત થયો. ૨
तत्त्व वैशारदी अस्यानुवादकं सूत्रम्- ततः परमा वश्यतेन्द्रियाणाम् । ननु सन्ति किमन्या अपरमा इन्द्रियाणां वश्यता या अपेक्ष्य परमेयमुच्यते । अद्धा ता दर्शयति- शब्दादिष्विति । एतदेव विवृणोति-सक्ती रागो व्यसनम् । कया व्युपत्त्या ? व्यस्यति क्षिपति निरस्यत्येनं श्रेयस इति । तदभावोऽव्यसनं वश्यता । अपरामपि वश्यतामाह-अविरुद्धेति । श्रुत्याद्यविरुद्धशब्दादिसेवनं तद्विरुद्धेष्वप्रवृत्तिः । सैव न्याय्या, न्यायादनपेता यतः अपरामपि वश्यतामाह-शब्दादिसंप्रयोग इति । शब्दादिष्विन्द्रियाणां संप्रयोगः स्वेच्छया भोग्येषु स खल्वयं स्वतन्त्रो न भोग्यतन्त्र इत्यर्थः । अपरामपि वश्यतामाह-रागद्वेषाभावे सुखदुःखशून्यं माध्यस्थ्येन शब्दादिज्ञानमित्येके । सूत्रकाराभिमतां वश्यतां परमर्षिसमतामाहचित्तस्यैकाग्यात्सहेन्द्रियैरप्रवृत्तिरेव शब्दादिष्विति जैगीषव्यः । अस्याः परमतामाह-परमा त्विति । तुशब्दो वश्यतान्तरे भ्यो विशिनष्टि । वश्यतान्तराणि हि विषयाशीविषसंप्रयोगशालितया क्लेशविषसंपर्कशङ्कां नापनामन्ति । न हि विषविद्यावित्प्रकृष्टोऽपि वशीकृतभुजंगमो भुजंगममङ्के निधाय स्वपिति विश्रब्धः । इयं तु वश्यता विदूरीकृतनिखिलविषयव्यतिषङ्गा निराशङ्कतया परमेत्युच्यते । नेतरेन्द्रियजयवदिति । यथा यतमानसंज्ञायामेकेन्द्रिजयेऽपीन्द्रियान्तरजयाय प्रयत्नान्तरम-पेक्ष्यन्ते, न चैवं चित्तनिरोधे बाह्येन्द्रियनिरोधाय प्रयत्नान्तरापेक्षेत्यर्थः ॥५५॥