Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૩૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૭
એકસરખા સ્વરૂપવાળા ધ્વનિઓ વિપર્યાસ (વિપરીત સમજ) ના હતું. છે. એમને સત્ય તરીકે સ્વીકારવા એ વિપર્યાસનું કારણ છે. શબ્દસ્વરૂપના તત્ત્વને જાણનારા કહે છે કે શબ્દ પોતાની ઉત્પત્તિના ઉપાય (કારણ) રૂપ ધ્વનિઓ સાથે સંકળાયેલો છે. જ્ઞાનના માર્ગમાં આ બાધા (વિપ્ન) છે, જે લોકમાં ઉપદ્રવ કરનારી છે.”
' શબ્દનો આત્મા (શબ્દસ્ફોટતત્ત્વ) જુદા જુદા વર્ષોથી રંગાઈને પ્રગટ થાય છે. તેથી સ્થૂલદર્શી લોકો વર્ણોને શબ્દ માને છે, અને એમના જુદા જુદા પ્રકારો (સંયોજનો)ને વિભિન્ન અર્થો પ્રગટ કરનાર તરીકે સંકતેવાળા બનાવે છે, એવું “તસ્ય સંકેતબુદ્ધિતઃ પ્રવિભાગઃ” થી કહે છે. પદતત્ત્વને ન જાણતા ચૂલદર્શી લોકોના હિત માટે, એક પદનું વર્ણોરૂપે વિભાજન કરે છે. “એતાવતામ્” વગેરેથી વિભાગસ્વરૂપ વિષે કહે છે કે આટલા, આનાથી વધારે કે ઓછા નહીં, વર્ણોનો નિરંતર વિશેષ પ્રકારનો ક્રમ એકબુદ્ધિવડે ગ્રહણ કરાય છે, અને ગાય વગેરે અર્થોને કહે છે.
જો આ અર્થનો આ શબ્દ વાચક છે, એમ નિશ્ચિત સંકેત હોય, તો શબ્દ અને અર્થનો પરસ્પર અધ્યાસ નથી. આના જવાબમાં “સંકેતસ્તુ” વગેરેથી કહે છે કે સંકેત મૃતિરૂપ છે. સંકેત નિશ્ચિત કરવામાત્રથી અર્થ પ્રગટ કરતો નથી, પણ સ્મરણ કર્યા પછી અર્થ કહે છે. આશય એ છે કે અભિન્ન આકારવાળા સંકેતમાં, ગમે તેમ, ભેદ કલ્પીને છઠ્ઠી વિભક્તિ પ્રયોજી છે. જે યોગી એમના વિભાગને જાણીને એમાં સંયમ કરે છે, એ સર્વજ્ઞ-સર્વ પ્રાણીઓના અવાજને પરખનારબને છે.
આમ એક અને નિરવયવ છતાં વર્ષોના કલ્પિતભેદવાળા શબ્દની ચર્ચા કરીને, એક અને નિરવયવ છતાં કલ્પિત પદવિભાગવાળા વાક્ય (સ્ફોટ) વિષે “સર્વપદેષુ ચાસ્તિ વાક્યશક્તિ” વગેરેથી ચર્ચા કરે છે. આશય એ છે કે બીજાને જ્ઞાન આપવા માટે શબ્દ પ્રયોજાય છે. અને બીજા જે જાણવા માગે એનું જ પ્રતિપાદન કરાય છે. તેઓ એ જ જાણવા માગે કે જેનું ઉપાદાન વગેરેથી જ્ઞાન થઈ શકે. એકલા શબ્દથી આ કાર્ય થઈ ન શકે, પણ વાક્યથી થઈ શકે છે, માટે બધા શબ્દો વાક્યર્થપરક છે. તેથી વાક્યર્થ જ શબ્દાર્થ છે. આ કારણે જ્યાં ફક્ત એક શબ્દનો પ્રયોગ થતો હોય, ત્યાં પણ બીજા શબ્દોના સહકારથી એકીભાવ સિદ્ધ થયા પછી અર્થનું જ્ઞાન થાય છે, એક શબ્દમાત્રથી નહીં. કેમ? કારણ કે શબ્દનું એવું સામર્થ્ય નથી. વાક્ય બધે વાચક હોય છે, શબ્દો નહીં. પણ જેમ વર્ગો શબ્દના ભાગ તરીકે વાચક ગણાય છે, એમ વાક્યના ભાગ તરીકે શબ્દોમાં પણ વાક્યર્થ