Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૨૬૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૫૦
यत्रो भयोः श्वासप्रश्वासयोः सकृदेव विधारकात्प्रयत्नादभावो भवति न पुनः पूर्ववदापूरणप्रयनौघविधारकप्रयत्नो नापि रेचकप्रयत्नौघविधारकप्रयत्नोऽपेक्ष्यते । किं तु यथा तप्त उपले निहितं जलं परिशुष्यत्सर्वतः संकोचमापद्यत एवमयमपि मारुतो वहनशीलो बलवद्विधारकप्रयत्ननिरुद्धक्रियः शरीर एव सूक्ष्मीभूतोऽवतिष्ठते न तु पूरयति येन पूरकः । न तु रेचयति येन रेचक इति । इयानस्य देशो विषयः प्रादेश-वितस्तिहस्तादिपरिमितो, निवातप्रदेश ईषीकातूलादिक्रियानुमितो बाह्यः । एवमान्तरो-ऽप्यापादतलमामस्तकं पिपीलिकास्पर्शसदृशेनानुमितः स्पर्शेन । निमेषक्रियावच्छिन्नस्य कालस्य चतुर्थो भागः क्षणः । तेषामियत्तावधारणेनावच्छिनः । स्वजानुमण्डलं पाणिना त्रि:परामृश्यच्छोटिकावच्छिनः कालो मात्रा । ताभिः षटत्रिंशन्मात्राभिः परिमितः प्रथम उद्घातो मृदुः । स एव द्विगुणीकृतो द्वितीयो मध्यः । स एव त्रिगुणीकृतस्तृतीयस्तीव्रः । तमिमं संख्यापरिदृष्टं प्राणायाममाहसंख्याभिरिति । स्वस्थस्य हि पुंसः श्वासप्रश्वासक्रियावच्छिनेन कालेन यथोक्तच्छोटिकाकाल: समानः प्रथमोद्घातकर्मतां नीत उद्घातो विजितो वशीकृतो निगृहीतः । क्षणानामियत्ताकालो विवक्षितः, श्वासप्रश्वासप्रचयोपपन्ना तु संख्येति कथंचिद्भेदः । स स्वल्वयं प्रत्यहमभ्यस्तो दिवसपक्षमासादिक्रमेण देशकालप्रचय व्यापितया दीर्घः । परमनैपुण्यसमधिगमनीयतया च सूक्ष्मो न तु मन्दतया ॥५०॥
સ ત”થી ત્રણ વિશેષ પ્રકારના પ્રાણાયામોનાં લક્ષણ કહેવા માટે “બાહ્યાભ્યન્તરવૃત્તિ..” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. વૃત્તિ શબ્દ બાહ્ય વગેરે બધા શબ્દો સાથે જોડાય છે. “યત્ર પ્રશ્વાસ” વગેરેથી રેચક કહે છે. “યત્ર શ્વાસ..” વગેરેથી પૂરક કહે છે. “તૃતીયઃ સ્તન્મવૃત્તિ” વગેરેથી કુંભક કહે છે. એને જ સ્પષ્ટ કરતાં કહે છે કે જેમાં શ્વાસ અને પ્રશ્વાસ બંનેનો એક જ પ્રયત્નથી અભાવ થાય, પહેલાંની જેમ પૂરવાનો અને ધારણ કરવાનો તેમજ બહાર કાઢીને ધારણ કરવાનો પ્રયત્ન અપેક્ષિત ન હોય, પણ તપી ગયેલા પત્થર પર પડેલા પાણીની જેમ બધી તરફથી સંકુચિત થઈને સ્થિર થાય એને ખંભવૃત્તિ કહે છે. આ સ્તંભવૃત્તિમાં વહન (ગતિ)શીલ પવન બળવાન પ્રયત્નથી ધારણ થઈને શરીરમાં સૂક્ષ્મ બનીને સ્થિર રહે છે. અંદર પૂરવામાં આવતો ન હોવાથી એ પૂરક નથી, અને બહાર કાઢવામાં આવતો ન હોવાથી રેચક નથી.
દેશથી પરીક્ષિત પ્રાણાયામમાં આટલો એનો પ્રદેશ છે, એટલે આંગળ, વેત કે હાથ જેટલા પ્રદેશ સુધી પહોંચે છે, એવી એની પરીક્ષા, પવન વિનાના સ્થાનમાં બેસીને રૂ, ઈષિકા વગેરેની ક્રિયા(ચલન)થી અનુમાન વડે જાણવામાં આવે છે. આ બાહ્ય છે. એ રીતે અંદર પણ પગથી માથાસુધી કીઓના સ્પર્શ જેવા અનુભવથી અનુમાન વડે જાણી શકાય છે. નિમેષ કે આંખ મીંચવાની ક્રિયામાં