Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ. ૪૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૬૧
तत्त्व वैशारदी आसनस्वरूपमुक्त्वा तत्साधनमाह-प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् । सांसिद्धिको हि प्रयत्नः शरीरसाधको न योगाङ्गस्योपदेष्टव्यासनस्य कारणम् । तस्य तत्कारणत्व उपदेशवैयर्थ्यात्स्वरसत एव तत्सिद्धः । तस्मादुपदेष्टव्यस्यासनस्यायमसाधको विरोधी च स्वाभाविकः प्रयत्नः । तस्य च यादृच्छिकासनहेतुतयासननियमोपहन्तृत्वात् । तस्मादुपदिष्टनियमासनमभ्यस्यता स्वाभाविकप्रयत्नशैथिल्यात्मा प्रयत्न आस्थेयो नान्यथोपदिष्टमासनं सिध्यतीति स्वाभाविकप्रयत्नशैथिल्यमासनसिद्धिहेतुः । अनन्ते वा नागनायके स्थिरतरफणासहस्रविधृतविश्वंभरामण्डले समापनं चित्तमासनं निवर्तयतीति ॥४७॥
પ્રયત્નશૈથિલ્ય” વગેરેથી, જેનું સ્વરૂપ અગાઉ કહ્યું, એ આસનનું સાધન કહે છે. શરીરને ધારણ કરવા માટે સ્વાભાવિક રીતે જે પ્રયત્ન કરવો પડે છે, એ ઉપદેશ કરવામાં આવતા આસનનું કારણ નથી. કારણ કે એ સ્વભાવસિદ્ધ હોય, તો એને એના કારણ તરીકે ઉપદેશવું વ્યર્થ બને. તેથી સ્વાભાવિક પ્રયત્ન ઉપદેશાતા આસનનો વિરોધી અને અસાધક છે. મન ફાવે એમ બેસવામાં હેતુરૂપ હોવાથી, એ આસનના નિયમનો નાશ કરનાર છે. તેથી જેના નિયમો ઉપદેશવામાં આવે છે, એ આસનોનો અભ્યાસ કરવા ઇચ્છતા સાધકે સ્વાભાવિક પ્રયત્નને શિથિલ કરવાનો યત્ન કરવો જોઈએ, બીજી રીતે યોગાસન સિદ્ધ થતું નથી. આમ સ્વાભાવિક પ્રયત્નની શિથિલતા આસન સિદ્ધિનો હેતુ છે. અથવા અત્યંત સ્થિર હજાર ફેણોપર પૃથ્વીમંડળને ધારણ કરનાર નાગરાજ અનંતમાં એકાગ્ર થયેલું ચિત્ત આસન સિદ્ધ કરે છે. ૪૭
ततो द्वन्द्वानभिघातः ॥४८॥ એનાથી દ્વન્ડો પીડા કરતાં નથી. ૪૮
शीतोष्णादिभिर्द्वन्द्वैरासनजयान्नाभिभूयते ॥४८॥
ઠંડી, ગરમી વગેરે દ્વન્દોથી આસન જીતનાર યોગી પીડિત થતો નથી.૪૮
तत्त्व वैशारदी आसनविजयसूचकमाह-ततो द्वाद्वानभिघातः । निगदव्याख्यातं भाष्यम् । आसनमप्युक्तं विष्णुपुराणे
एवं भद्रासनादीनां समास्थाय गुणैर्युतम् (६।७।३९) इति ॥४८॥
આસનવિજયના સૂચકને કહે છે, કે એનાથી દુઃો પીડા કરતાં નથી. ભાષ્ય સ્પષ્ટ છે.