Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
१७६]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૫
गुणवृत्तिविरोधाश्च दुःखमेव सर्वं विवेकिनः । प्रख्याप्रवृत्तिस्थितिरूपा बुद्धिगुणाः परस्परानुग्रहतन्त्रीभूत्वा शान्तं धोरं मूढं वा प्रत्ययं त्रिगुणमेवारभन्ते । चलं च गुणवृत्तमिति क्षिप्रपरिणामि चित्तमुक्तम् । रूपातिशया वृत्त्यतिशयाश्च परस्परेण विरुध्यन्ते सामान्यानि त्वतिशयैः सह प्रवर्तन्ते । एवमेते गुणा इतरेतराश्रयेणोपार्जितसुखदुःखमोहप्रत्ययाः सर्वे सर्वरूपा भवन्तीति, गुणप्रधानभावकृतस्त्वेषां विशेष इति । तस्माद दुःखमेव सर्वं विवेकिन इति ।
तदस्य महतो दुःखसमुदायस्य प्रभवबीजमविद्या । तस्याश्च सम्यग्दर्शनमभावहेतुः । यथा चिकित्साशास्त्रं चतुर्म्यहम्-रोगो रोगहेतुरारोग्यं भैषज्यमिति, एवमिदमपि शास्त्रं चतुर्दूहमेव । तद्यथा- संसारः संसारहेतुर्मोक्षो मोक्षोपाय इति । तत्र दुःखबहुलः संसारो हेयः । प्रधानपुरुषयोः संयोगो हेयहेतुः । संयोगस्यात्यन्तिकी निवृत्तिर्हानम् । हानोपायः सम्यग्दर्शनम्।
तत्र हातुः स्वरूपमुपादेयं वा हेयं वा न भवितुमर्हति । हाने तस्योच्छेदवादप्रसङ्गः, उपादाने च हेतुवादः । उभयप्रत्याख्याने च शाश्वतवाद इत्येतत्सम्यग्दर्शनम् ॥१५॥
બધાં પ્રાણીઓને ચેતન અને અચેતન સાધનોને આધીન સુખનો અનુભવ રાગયુક્ત હોય છે. માટે એનાથી રાગજન્ય કર્ભાશય ઉત્પન્ન થાય છે અને દુઃખસાધનોનો દ્વેષ કરે છે, તેમજ મોહ પામે છે, તેથી ષમોહજન્ય કર્ભાશય પણ છે. કહ્યું છે કે પ્રાણીઓની હિંસા કર્યા વિના ઉપભોગ સંભવતો નથી. તેથી શરીરસંબંધી હિંસાજન્ય કર્ભાશય છે અને વિષયસુખ અવિદ્યા छे, मेम स युं छे.
ઇન્દ્રિયોની ભોગવડે તૃપ્તિથી થતી શાન્તિ સુખ છે. લાલચને કારણે અશાન્તિ રહે છે, એ દુઃખ છે. ભોગના અભ્યાસથી ઇન્દ્રિયોની વિસ્તૃષ્ણા (તૃષ્ણાની શાન્તિ) કરવી શક્ય નથી. કેમ ? કારણ કે ભોગાભ્યાસ પછી રાગ વધે છે, અને ઇન્દ્રિયોની કુશળતા વધે છે. માટે ભોગનો અભ્યાસ સુખનો ઉપાય નથી. સુખ માટે વિષયોની વાસનાથી રંગાઈને મોટા દુઃખરૂપી કિચડમાં ફસાયો, એ વીંછીના ઝેરથી ડરીને જાણે કે ઝેરી સાપના દેશનો