Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૨૧૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૧
જ્ઞાતવિષય હોવાથી અપરિણામી છે. જે શ્રોત્ર વગેરેની જેમ પરિણામી હોય એ સદા જ્ઞાતવિષય હોઈ શકે નહીં.” અહીં હેતુ વ્યતિરેકી (નકારાત્મક) છે.
કિ ચ પરાર્થી બુદ્ધિ: સંહત્યકારિત્વાતુ” વગેરેથી બીજું વૈધર્મે (જુદાપણું) બતાવે છે. બુદ્ધિ ક્લેશ અને ક્લેશવાસના તેમજ વિષયો અને ઇન્દ્રિયો સાથે મળીને પુરુષના અર્થનું સંપાદન કરે છે, માટે પરાર્થી છે. પ્રયોગ આવો થશે. “શયા, આસન અને અત્યંગની જેમ બીજાઓ સાથે મળીને કાર્ય કરતી હોવાથી બુદ્ધિ પરાર્થ (બીજા માટે) છે.” પુરુષ એવો નથી એમ “સ્વાર્થ પુરુષ:”થી કહે છે. બધું પુરુષ માટે હોય છે. પુરુષ કોઈ માટે હોતો નથી. “તથા સર્વાર્થોધ્યવસાયકવાત ત્રિગુણા બુદ્ધિ” વગેરેથી બીજું વૈધર્મ બતાવે છે. બધા શાન્ત, ઘોર અને મૂઢ પદાર્થોનો, એમના આકારે પરિણમીને બુદ્ધિ નિર્ણય કરે છે. એ બધા સત્ત્વ, રજા અને તેમનાં પરિણામો છે, માટે બુદ્ધિ ત્રિગુણાત્મક છે, એમ સિદ્ધ થયું. “ગુણાનાં તૂપદ્રષ્ટા પુરુષ:” પુરુષ તો ગુણોનો સાક્ષી છે- એમ કહીને પુરુષ એવો નથી એમ કહે છે. બુદ્ધિમાં પ્રતિબંબિત થઈને પુરુષ જુએ છે, એના આકારમાં પરિણમીને નહીં. “અતઃ” વગેરેથી ઉપસંહાર કરે છે.
તો પછી વિરૂપ (ભિન્ન રૂપવાળો) હોવો જોઈએ. પણ પુરુષ બુદ્ધિથી અત્યંત વિરૂપ નથી. કારણ કે શુદ્ધ હોવા છતાં બુદ્ધિના પ્રત્યયને અનુ-પછીથીજુએ છે. આ વાત અગાઉ “વૃત્તિસારૂપ્યમિતન્ન”, ૧.૪માં કહી છે. અને પંચશિખાચાર્યે પણ કહ્યું છે : “અપરિણામી ભોસ્તૃશક્તિ (પુરુષ) બુદ્ધિમાં સંક્રાન્ત ન થયેલી હોવા છતાં પરિણામી બુદ્ધિરૂપ પદાર્થમાં જાણે સંક્રાન્ત થઈ હોય, એમ એની બુદ્ધિની) વૃત્તિનું અનુસરણ કરે છે.” પણ અસંક્રાન્ત છતાં સંક્રાન્ત કેવી રીતે થાય છે અને વૃત્તિ વિના અનુસરણ કેવી રીતે કરે છે ? “તસ્યાશ્ચ..” વગેરેથી જવાબ આપે છે કે ચૈતન્યના રંગે રંગાયેલી જાણે ચેતન જેવી હોય એવી બને છે. કહેવાનો આશય એ છે કે જેમાં નિર્મળ જળમાં ચંદ્ર સંક્રાન્તિ ન થયેલો હોવા છતાં જાણે સંક્રાન્ત થયો હોય એમ જણાય છે, એ રીતે અહીં પણ ચિતિશક્તિ અસંક્રાન્ત હોવા છતાં, સંક્રાન્ત થયેલા પ્રતિબિંબવાળી, જાણે સંક્રાન્ત થઈ હોય એમ જણાય છે. તેથી એ (ચિતિશક્તિ) બુદ્ધિના આકારસાથે એકરૂપ થઈને બુદ્ધિવૃત્તિનું અનુસરણ કરે છે. આનાથી “અનુપડ્યુ:” શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. એને બુદ્ધિને) અનુસરીને જોતી હોવાથી “અનુપશ્ય” કહેવાય છે. ૨૦
तदर्थ एव दृश्यस्यात्मा ॥२१॥ એ (પુરુષ)ને માટે જ દશ્યનું સ્વરૂપ છે. ૨૧