Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ. ૨૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૩૧
न चैषामिति । तृतीयामाह-एतस्यामवस्थायामिति । एतस्यामवस्थायां जीवन्नेव पुरुषः कुशलो मुक्त इत्युच्यते, चरमदेहत्वादित्याह-एतामिति । अनौपचारिकं मुक्तमाह प्रतिप्रसव इति प्रधानलयेऽपि चित्तस्य मुक्तः कुशल इत्येव भवति गुणातीतत्वादिति ॥२७॥
તસ્ય સપ્તધા...” વગેરે સૂત્રથી વિવેકખ્યાતિ નિષ્ઠાનું સ્વરૂપ કહે છે. ભાષ્યકાર “તસ્યતિ...” વગેરેથી સૂત્ર સમજાવે છે. પ્રત્યુદિતખ્યાતિ-ઉત્પન્ન થયેલી ખ્યાતિવાળા યોગીનો પ્રત્યાખ્ખાય એટલે નિર્દેશ કરે છે. અશુદ્ધિ ચિત્તસત્ત્વનું આવરણ છે. એ જ મળ છે. એ દૂર થાય ત્યારે ચિત્તમાં બીજા વિચારો ઉત્પન્ન થતા નથી. એટલે કે રાજસ-તામસ-વૃત્તિઓ વિવિધરૂપે ઊઠતી નથી. એવી વિપ્લવ-ઉપદ્રવરહિત વિવેકખ્યાતિપ્રાપ્ત યોગીની પ્રજ્ઞા સાત પ્રકારની હોય છે. વિષયભેદથી પ્રજ્ઞાભેદ જણાય છે. એ ભૂમિઓ કે અવસ્થાઓનો અંત ઉત્કૃષ્ટ હોય છે. તેથી એ પ્રાન્તભૂમિ કહેવાય છે. જેનાથી આગળ કાંઈ શ્રેષ્ઠ નથી એને પ્રકર્ષ કહે છે. જે વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞાની પ્રકૃષ્ટ અંતવાળી ભૂમિઓ હોય એને પ્રાન્તભૂમિપ્રજ્ઞા કહે છે.
“તઘથી..વગેરેથી એ સાત પ્રકારની પ્રજ્ઞા ભૂમિઓનું વર્ણન કરે છે. “પરિજ્ઞાત હેયમ્..” વગેરેથી પુરુષના પ્રયત્નથી સિદ્ધ થતી ચાર ભૂમિઓ પૈકી પહેલીનું વર્ણન કરે છે. જે જે પ્રાધાનિક છે એ બધું પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખોથી તેમજ ગુણોની વૃત્તિઓમાં વિરોધ હોવાથી દુઃખરૂપ છે, માટે હેય છે, એ જાણ્યું. એની પ્રાન્તતા દર્શાવે છે કે હવે એને ન જાણેલું, જાણવા યોગ્ય કાંઈ નથી. “ક્ષીણા:” વગેરેથી બીજી ભૂમિ કહે છે. “ન પુનઃ” વગેરેથી એની પ્રાન્તતા કહે છે. “સાક્ષાત્કૃતમ્” વગેરેથી ત્રીજી ભૂમિ કહે છે. સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રત્યક્ષ જોઈને મેં નિશ્ચય કર્યો કે નિરોધસમાધિથી હાન દુઃખનાશ) સિદ્ધ થઈ શકે છે. હવે પછી એનાથી શ્રેષ્ઠ કોઈ નિશ્ચય કરવાનો બાકી રહેતો નથી, એટલું ઉમેરવાનું છે. ચોથી ભૂમિ કહે છે. વિવેકખ્યાતિરૂપ હાનનો ઉપાય ભાવિત એટલે સિદ્ધ કર્યો. એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ સિદ્ધ કરવાનું બાકી રહેતું નથી. આમ ચાર પ્રકારની કાર્યા (પુરુષપ્રયત્નસાધ્ય) વિમુક્તિ કહી. કાર્યતા એટલે પ્રયત્ન-વ્યાપ્યતા એમ દર્શાવ્યું. કોઈ ગ્રંથમાં “કાર્યવિમુક્તિ” એવો પાઠ છે. એનો અર્થ અન્ય કાર્યથી પ્રજ્ઞાની વિમુક્તિ એવો થાય.
ચિત્તવિમુક્તિસ્તુ ત્રયી” વગેરેથી પ્રયત્નસાધ્ય મુક્તિ પછી સિદ્ધ થતી અપ્રયત્નસાધ્ય ચિત્તવિમુક્તિ કહે છે. “ચરિતાધિકારા બુદ્ધિથી પહેલી વિમુક્તિ કહે છે. જેણે ભોગ-મોક્ષરૂપ કર્તવ્ય પૂરું કર્યું છે, એવી બુદ્ધિ એવો અર્થ છે. “ગુણાઃ...” વગેરેથી બીજી વિમુક્તિ કહે છે. “ન ચેષામ્” વગેરેથી એની પ્રાન્તતા