Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૧ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧૫
या समापत्तिः सा सविचारेत्युच्यते । तत्राप्येकबुद्धिनिर्ग्राह्यमेवोदितधर्मविशिष्टं भूतसूक्ष्ममालम्बनीभूतं समाधिप्रज्ञायामुपतिष्ठते ।
या पुनः सर्वथा सर्वतः शान्तोदिताव्यपदेश्यधर्मानवच्छिन्नेषु सर्वधर्मानुपातिषु सर्वधर्मात्मकेषु समापत्तिः सा निर्विचारेत्युच्यते । एवं स्वरूपं हि तद्भूतसूक्ष्ममेतेनैव स्वरूपेणालम्बनीभूतमेव समाधिप्रज्ञास्वरूपमुपरञ्जयति ।
प्रज्ञा च स्वरूपशून्येवार्थमात्रा यदा भवति तदा निर्विचारेत्युच्यते । तत्र महद्वस्तुविषया सवितर्का निर्वितर्का च, सूक्ष्मवस्तुविषया सविचारा निर्विचारा च । एवमुभयोरेतयैव निर्वितर्कया विकल्पहानिर्व्याख्यातेति ॥४४॥
દેશ, કાળ અને નિમિત્તના અનુભવવડે મર્યાદિત, તેમજ અભિવ્યક્ત થયેલા ધર્મવાળાં સૂક્ષ્મ ભૂતોમાં જે સમાપત્તિ થાય છે, એ વિચાર કહેવાય છે. એમાં પણ “એક” એમ બુદ્ધિ વડે ગ્રહણ કરાતાં અને વ્યક્ત થયેલા ધર્મથી વિશિષ્ટ એવાં સૂક્ષ્મ ભૂતો અવલંબન બનીને સમાધિપ્રજ્ઞામાં પ્રકાશિત થાય છે.
અને જે સર્વથા, સર્વ પ્રકારના શાન્ત (ભૂતકાલીન) ઉદિત (વર્તમાન કાલીન) અને અવ્યપદેશ્ય (ભવિષ્યકાળના) ધર્મો વિનાના, સર્વ ધર્મોના આશ્રયભૂત, સર્વધર્મરૂપ (સૂક્ષ્મ ભૂતોમાં) સમાપત્તિ થાય એ નિર્વિચાર છે. સૂક્ષ્મ ભૂતો આવા સ્વરૂપનાં છે, તેથી પોતાના એ સ્વરૂપથી જ (યોગીના ચિત્તનું) અવલંબન બનીને સમાધિ પ્રજ્ઞાના રૂપને પોતાના આકારવાળું બનાવે છે. અને પ્રજ્ઞા પોતાના સ્વરૂપે જાણે શૂન્ય હોય એવી, ફક્ત વિષયભૂત પદાર્થરૂપ બને, ત્યારે નિર્વિચાર કહેવાય છે. એમાં મોટા (સ્થૂલ) પદાર્થને વિષય બનાવે એ સવિતર્ક અને નિર્વિતર્ક છે, અને સૂક્ષ્મવસ્તુવિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિ છે. આ બંને વિકલ્પવિનાની છે, એ હકીકત નિર્વિતર્કના લક્ષણથી દર્શાવાઈ છે. ૪૪
__ तत्त्व वैशारदी एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता । अभिव्यक्तो घटादिर्धर्मो यैस्ते तथोक्ताः । घटादिधर्मोपगृहीता इति यावत् । देश उपर्यधःपार्वादिः ।