Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
१०८]
પતંજલિના યોગસૂત્રો
[५. १ सू. ४३
આત્મભૂત સાધારણ ધર્મ જેનું વ્યક્ત થતા ફળ (પરિણામ) વડે અનુમાન કરાય છે, અને પોતાને વ્યક્ત કરનારાં કારણો (પ્રાપ્ત થયે) પ્રાદુર્ભાવ પામે છે, તેમજ ઠીકરાં વગેરે રૂપ બીજો ધર્મ ઉત્પન્ન થતાં તિરોભાવ પામે છે. આ ધર્મ અવયવી કહેવાય છે. આ અવયવી એક છે, મોટો કે નાનો (સૂક્ષ્મ) હોય છે, સ્પર્શધર્મવાળો છે, ક્રિયાધર્મ(પાણી લાવવું વગેરે વ્યવહારરૂપ ધર્મ) વાળો છે, અને અનિત્ય છે. એ અવયવી વડે વ્યવહારો સિદ્ધ થાય છે.
જેને માટે આવો વિશેષ પ્રકારનો પ્રચય (આકાર) અવાસ્તવિક છે, અને સૂક્ષ્મ હોવાથી કારણ અપ્રાપ્ય છે, એને આ બેમાંથી એક પણ વિકલ્પ અનુપલબ્ધ હોવાથી, અવયવીના અભાવના કારણે, એના રૂપમાં અપ્રતિષ્ઠિત જ્ઞાન મિથ્યા હોવાથી, પ્રાયઃ બધું જ જ્ઞાન મિથ્યા છે, એવો પ્રસંગ પ્રાપ્ત થયો. વળી, વિષય ન હોવાથી સમ્યફ જ્ઞાન પણ કેવી રીતે હોય ? જે જે ઉપલબ્ધ થાય છે, એ બધું અવયવીરૂપે જ મળે છે. તેથી મોટું નાનું વગેરે વ્યવહારો સાથે જોડાયેલો અવયવી છે, જે નિર્વિતર્ક સમાપત્તિનો વિષય બને छ. ४३
तत्त्व वैशारदी सूत्रं योजयितुं प्रथमतस्तावन्निवितर्का व्याचष्टे-यदा पुनरिति । परिशुद्धिरपनयः । शब्दसंकेतस्मरणपूर्वे खल्वागमानुमाने प्रवर्तेते । संकेतश्चायं गौरिति शब्दार्थज्ञानानामितरेतराध्यासात्मा । ततश्चागमानुमानज्ञानविकल्पौ भवतः । तेन तत्पूर्वा समाधिप्रज्ञा सवितर्का । यदा पुनरर्थमात्रप्रवणेन चेतसार्थमात्रादृतेन तदभ्यासानानारीयकतामुपगता संकेतस्मृतिस्त्यक्ता, तत्त्यागे च श्रुतानुमानज्ञानविकल्पौ तन्मूलौ त्यक्तौ, तदा तच्छून्यायां समाधिप्रज्ञायां स्वरूपमात्रेणावस्थितोऽर्थस्तत्स्वरूपमात्रतयैव न तु विकल्पितेनाकारेण परिच्छिद्यते, सा निर्वितर्का समापत्तिरिति । तद्योगिनां परं प्रत्यक्षमसदारोपगन्धस्याप्यभावात् । स्यादेतत्-परेण प्रत्यक्षेणार्थतत्त्वं गृहीत्वा योगिन उपदिशन्त्युपपादयन्ति च । कथं चातद्विषयाभ्यामागमपरार्थानुमानाभ्यां सोऽर्थ उपदिश्यत उपपाद्यते च । तस्मादागमानुमाने तद्विषये ते च विकल्पाविति परमपि प्रत्यक्ष विकल्प एवेत्यत आह-तच्च श्रुतेति । यदि हि सवितर्कमिव श्रुतानुमानसहभूतं तदनुषक्तं स्याद्भवेत्संकीर्णम् । तयोस्तु बीजमेवैतत् । ततो हि श्रुतानुमाने प्रभवतः । न च यद्यस्य कारणं तत्तद्विषयं भवति । न हि धूमज्ञानं वह्निजानकारणमिति वहिविषयम् । तस्मादविकल्पेन प्रत्यक्षेण गृहीत्वा विकल्प्योपदिशन्ति चोपपादयन्ति च । उपसंहरति