Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૪૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૧૬
કરવામાં અસમર્થ બને, છતાં મનમાં વિષયો પ્રત્યે ફક્ત ઉત્સુકતા રહે, એ એકેન્દ્રિયસંજ્ઞા છે. એ ઉત્સુકતાની પણ નિવૃત્તિ, અને ઉપસ્થિત થયેલા દિવ્ય કે અદિવ્ય વિષયોમાં ઉપેક્ષાબુદ્ધિ, એ અગાઉની ત્રણ અવસ્થાઓથી આગળની વશીકારસંજ્ઞા છે. આ વશીકાર અવસ્થા સિદ્ધ થતાં, આગળની ત્રણ સંજ્ઞાઓ (ચતનાવિકાસભૂમિઓ) સફળ થઈ કહેવાય, તેથી ભાષ્યમાં એમને કહી નથી. આમ બધું સ્પષ્ટ છે. ૧૫
तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् ॥१६॥ પુરુષના જ્ઞાનથી ગુણોમાં વૈતૃશ્ય થાય એ પર (વેરાગ્યો છે. ૧૬
માણ दृष्टानुश्रविकविषयदोषदर्शी विरक्तः पुरुषदर्शनाभ्यासात्तच्छुद्धिप्रविवेकाप्यायितबुद्धिर्गुणेभ्यो व्यक्ताव्यक्तधर्मकेभ्यो विरक्त इति । तद्द्वयं वैराग्यम् । तत्र यदुत्तरं तज्ज्ञानप्रसादमात्रम् । यस्योदये प्रत्युदितख्यातिरेवं मन्यते-प्राप्तं प्रापणीयं, क्षीणाः क्षेतव्याः क्लेशाः, छिन्नः श्लिष्टपर्वा भवसंक्रमः, यस्याविच्छेदाज्जनित्वा म्रियते मृत्वा च जायत इति । ज्ञानस्यैव पराकाष्ठा वैराग्यम् । एतस्यैव हि नान्तरीयकं कैवल्यमिति ॥१६॥
જોયેલા અને સાંભળેલા વિષયોના દોષ જોનાર વિરક્ત પુરુષ, આત્મદર્શનના અભ્યાસવાળો બનીને આત્માની શુદ્ધિ અને શ્રેષ્ઠતાથી સંતુષ્ટ થઈને, વ્યક્તિ અને અવ્યક્ત ધર્મોવાળા ગુણો વિષે પણ વિરક્ત બને છે. એને પર વૈરાગ્ય કહે છે. આમ વૈરાગ્ય બે પ્રકારનો છે. બીજો પર વૈરાગ્ય જ્ઞાનનો પ્રસાદ છે. એના ઉદયથી વિવેકયુક્ત યોગી વિચારે છે કે પ્રાપ્ત કરવા યોગ્ય પ્રાપ્ત કર્યું, ક્ષીણ કરવા યોગ્ય ક્લેશો ક્ષીણ થયા, પરસ્પર સંકળાયેલા પર્વો (ગાંઠો) વાળો ભવસંક્રમ (જન્મમરણનો ક્રમ) છેદી નાખ્યો, જેને છેદ્યા વિના જન્મીને મરે છે, અને મરીને જન્મે છે. જ્ઞાનની પરાકાષ્ઠા વૈરાગ્ય છે. એમાં અને કૈવલ્યમાં કોઈ અંતર નથી. ૧૬
तत्त्व वैशारदी अपरं वैराग्यमुक्त्वा परमाह- तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् । अपरवैराग्यस्य परं वैराग्यं प्रति कारणत्वम् । तत्र च द्वारमादर्शयति-दृष्टानुअविकविषयदोषदर्शी