Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૧ સૂ. ૩૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
છે. સમાહિત ચિત્તવાળાને એ થતા નથી. ૩૧
तत्त्व वैशारदी
[ ૮૩
न केवलं नवान्तराया दुःखादयोऽप्यस्य तत्सहभुवो भवन्तीत्याह- दुःखेति । प्रतिकूलवेदनीयं दुःखमाध्यात्मिकं शारीरं व्याधिवशान्मानसं च कामादिवशात् । आधिभौतिकं व्याघ्रादिजनितम् । आधिदैविकं ग्रहपीडादिजनितम् । तच्चेदं दुःखं प्राणिमात्रस्य प्रतिकूलवेदनीयतया हेयमित्याह - येनाभिहता इति । अनिच्छतः प्राणो यद्वाह्यं वायुमाचमति पिबति प्रवेशयतीति यावत्स श्वासः समाध्यङ्गरेचकविरोधी । अनिच्छतोऽपि प्राणो यत्कौष्ठयं वायुं निःसारयति निश्चारयति स प्रश्वास: समाध्यङ्गपूरक विरोधी ॥३१॥
“દુ:ખ” વગેરેથી કહે છે કે યોગીને ફક્ત નવ અંતરાઓ જ નહીં, દુઃખ વગેરે પણ એની (ચિત્તવિક્ષેપની) સાથે ઉત્પન્ન થાય છે. પ્રતિકૂળ સંવેદન થાય એ દુઃખ છે. આધ્યાત્મિક દુઃખ એટલે શરીરમાં રોગથી થતું અને મનમાં કામ (ઇચ્છા) વગેરેથી થતું દુ:ખ. આધિભૌતિક વાઘ વગેરેથી થતું દુઃખ છે. આધિદૈવિક ગ્રહપીડા વગેરેથી થતું દુઃખ છે. “યેનાભિહતા...” વગેરેથી આ દુઃખ પ્રાણીમાત્ર માટે પ્રતિકૂળ સંવેદનવાળું હોવાથી (યોગ્ય ઉપાયો વડે) દૂર કરવું જોઈએ, એમ કહે છે. ઇચ્છાવિના પ્રાણ જે બાહ્ય વાયુ પીએ છે, અંદર પ્રવેશ કરાવે છે એ શ્વાસ છે, અને સમાધિના અંગભૂત રેચકનો વિરોધી છે. ઇચ્છાવિના પ્રાણ કોઠાના વાયુને બહાર કાઢે છે, એ પ્રશ્વાસ છે, અને સમાધિના અંગ એવા પૂરકનો વિરોધી છે. ૩૧
★
अथैते विक्षेपाः समाधिप्रतिपक्षास्ताभ्यामेवाभ्यासवैराग्योभ्यां निरोद्धव्या । તંત્રભ્યાસસ્ય વિષયમુપસંદરત્રિમાદ- આ બધા સમાધિના પ્રતિપક્ષી વિક્ષેપો એ જ (અગાઉ કહેલા) અભ્યાસ અને વૈરાગ્ય વડે નિરોધવા જોઈએ. એ બેમાંથી અભ્યાસના વિષયની ચર્ચા પૂરી કરતાં આમ કહે છે -
तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥३२॥
એમને રોકવા માટે એક તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. ૩૨
માય
विक्षेपप्रतिषेधार्थमेकतत्त्वावलम्बनं चित्तमभ्यसेत् । यस्य तु प्रत्यर्थनियतं प्रत्ययमात्रं क्षणिकं च चित्तं तस्य सर्वमेव चित्तमेकाग्रं नास्त्येव विक्षिप्तम् । यदि पुनरिदं सर्वतः प्रत्याहृत्यैकस्मिन्नर्थे समाधीयते तदा