Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૬૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૪
વેતિ- આટલાથી જ સમાધિલાભ વધુ નજીક હોય છે, કે એના લાભ માટે બીજો પણ કોઈ ઉપાય છે ?
ईश्वरप्रणिधानाद्वा ॥२३॥ અથવા ઈશ્વરનું પ્રણિધાન (ભક્તિવિશેષ) કરવાથી (સમાધિ થાય છે). ૨૩
भाष्य
प्रणिधानाद्भक्तिविशेषादावर्जित ईश्वरस्तमनुगृह्णात्यभिध्यानमात्रेण । तदभिध्यानमात्रादपि योगिन आसन्नतरः समाधिलाभः समाधिफलं च भवतीति ॥२३॥
પ્રણિધાન એટલે ભક્તિવિશેષ. એનાથી પ્રસન્ન થયેલા ઈશ્વર ફક્ત પોતાની ઈચ્છાથી ભક્ત પર અનુગ્રહ કરે છે. એમના અભિધ્યાન (સંકલ્પ)માત્રથી યોગીને જલ્દી સમાધિ અને એનું ફળ પ્રાપ્ત થાય છે. ૨૩
तत्त्व वैशारदी सूत्रान्तरं पातयितुं विमृशति-किमेतस्मादेवेति । नवा शब्दः संशयनिवर्तकः । ईश्वरप्रणिधानाद्वा । व्याचष्टे-प्रणिधानाद्भक्तिविशेषान्मानसाद्वाचिकात्कायिकाद्वावर्जितोऽभिमुखीकृतस्तमनुगृह्मति । अभिध्यानमनागतार्थेच्छा-इदमस्याभिमतमस्त्वितिः । तन्मात्रेण न व्यापारान्तरेण । शेषं सुगमम् ॥२३॥
“કિમેતસ્માદેવ...” વગેરેથી બીજા સૂત્રને રજૂ કરવા માટે પ્રશ્ન કરે છે. અહીં “ વા" શબ્દ સંશય નિવૃત્ત કરે છે. સૂત્ર સજાવવતાં કહે છે કે પ્રણિધાન કે વિશેષ પ્રકારની ભક્તિથી, એટલે કે મન, વાણી કે શરીરથી કરેલી ભક્તિથી પ્રસન્ન થઈને, અભિમુખ થયેલા ઈશ્વર ભક્ત પર અનુગ્રહ કરે છે. અભિધ્યાન એટલે અપ્રાપ્ત વસ્તુ આને પ્રાપ્ત થાઓ એવી માત્ર ઇચ્છા. એનાથી જ, બીજા કોઈ વ્યાપારથી નહીં. બાકીનું સરળ છે. ૨૩
મથ પ્રધાનપુરુષવ્યતિરિ: મોડયીશ્વરો નાખેતિ- પ્રધાન અને પુરુષથી જુદો આ ઈશ્વર નામનો કોણ છે ? क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥२४॥