Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૭૪ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૬
કપિલ મુનિ આપણા આદિવિદ્વાન્ છે - ગુરુ છે - એમ કહે છે. જન્મતાં જ કપિલ મુનિને મહેશ્વરના અનુગ્રહથી જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી, એમ શ્રુતિ કહે છે. એ કપિલ નામના મુનિ વિષ્ણુના અવતાર છે, એમ પ્રસિદ્ધિ છે. સ્વયંભૂ એટલે હિરણ્યગર્ભ. એમને પણ સાંખ્યયોગની પ્રાપ્તિ વેદમાં કહી છે. એ જ ઈશ્વર, આદિવિદ્વાન્ કપિલ, વિષ્ણુ સ્વયંભૂ છે, એમ કહેવાનો ભાવ છે. સ્વાયંભુવ પરંપરાના ગુરુ તો ઈશ્વર છે, એવો ભાવ છે. ૨૫
સષ: આ મહેશ્વર -
पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥२६॥
પહેલાં થઈ ગયેલા ગુરુઓના પણ ગુરુ છે, કેમકે એમને કાળની મર્યાદા નથી. ૨૬
भाष्य
पूर्वे हि गुरवः कालेनावच्छिद्यन्ते । यत्रावच्छेदार्थेन कालो नोपावर्तते स एष पूर्वेषामपि गुरुः । यथास्य सर्गस्यादौ प्रकर्षगत्या सिद्धस्तथातिक्रान्तसर्गादिष्वपि प्रत्येतव्यः ॥ २६ ॥
પૂર્વકાળમાં થઈ ગયેલા ગુરુઓ કાળની મર્યાદામાં આવે છે. પરંતુ જેમાં મર્યાદા બાંધનાર કાળનો પ્રવેશ નથી, એ મહેશ્વર પૂર્વના ગુરુઓના પણ ગુરુ છે. તેઓ જેમ આ સર્ગના પ્રારંભમાં પ્રકર્ષગતિના કારણે સિદ્ધ છે, એમ અગાઉના બધા સર્ગોમાં પણ સિદ્ધ હતા, એમ સમજવું જોઈએ. ૨૬ तत्त्व वैशारदी
संप्रति भगवतो ब्रह्मादिभ्यो विशेषमाह - स एष इति । पातनिका - स एष કૃતિ । સૂત્રમ્-પૂર્વેષામપિ ગુરુ: વ્હાલેનાનવછૈવાત્ । વ્યાપટ્ટે-પૂર્વે હીતિ | ઋતિસ્તુ शतवर्षादिरवच्छेदार्थेनावच्छेदेन प्रयोजनेन नोपावर्तते न वर्तते । प्रकर्षस्य गतिः प्राप्तिः । प्रत्येतव्य आगमात् । तदनेन प्रबन्धेन भगवानीश्वरो दर्शितः ॥ २६ ॥
“સ એષઃ” વગેરેથી સૂત્રકાર ભગવાનની બ્રહ્મા વગેરે કરતાં વિશેષતા દર્શાવે છે. “સ એષઃ” ભૂમિકા છે અને “પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદા’ સૂત્ર છે. “પૂર્વે હિ ગુરવઃ” વગેરેથી સૂત્રનું વિવરણ કરે છે. કાળ એટલે સો વર્ષ
વગેરેની મર્યાદા દર્શાવતો ખ્યાલ. એ કાળ મર્યાદા બાંધવા જેમની પાસે પહોંચી