Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૧ સૂ. ૨૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૬૯
પરિષદ જેવું થયું. વળી, નિત્ય દિવ્ય ઐશ્વર્યમાં શ્રદ્ધાવાળા માટે એ ઐશ્વર્યની બીજાને સોંપણીનો વિચાર અયોગ્ય છે. એમાં કલ્પનાગૌરવ દોષ આવે છે. એકથી કાર્યસિદ્ધ થતું હોય, તો અનેકની કલ્પના કરવી ન્યાયવિરુદ્ધ છે. આમ બધું સ્પષ્ટ છે. ૨૪
િવ - અને -
तत्र निरतिशयं सर्वज्ञबीजम् ॥२५॥ એમાં (ઈશ્વરમાં) સર્વજ્ઞતાનું બીજ નિરતિશય (જેનાથી ચડિયાતું ન હોય એવું) છે. ૨૫
भाष्य
यदिदमतीतानागतप्रत्युत्पन्नप्रत्येकसमुच्चयातीन्द्रियग्रहणमल्पं बह्विति सर्वज्ञबीजमेतद्धि वर्धमानं यत्र निरतिशयं स सर्वज्ञः । अस्ति काष्ठाप्राप्तिः सर्वज्ञबीजस्य सातिशयत्वात्परिमाणवदिति ।
___ यत्रकाष्ठाप्राप्तिर्ज्ञानस्य स सर्वज्ञः । स च पुरुषविशेष इति । सामान्यमात्रोपसंहारे च कृतोपक्षयमनुमानं न विशेषप्रतिपत्तौ समर्थम्, इति तस्य संज्ञादिविशेषप्रतिपत्तिरागमतः पर्यन्वेष्या । तस्यात्मानुग्रहा-भावेऽपि भूतानुग्रहः प्रयोजनम्, ज्ञानधर्मोपदेशेन कल्पप्रलयमहाप्रलयेषु संसारिणः पुरुषानुद्धरिष्यामीति । तथा चोक्तम्- आदिविद्वान्निर्माणचित्तमधिष्ठाय कारुण्याद्भगवान्परमर्षिरासुरये जिज्ञासमानाय तन्त्रं प्रोवाचेति ॥२५॥
છે અતીન્દ્રિય પદાર્થોનું, એકનું કે સમૂહનું, ભૂતકાળનું, ભવિષ્યકાળનું કે વર્તમાન કાળનું, નાની કે મોટી વસ્તુનું જ્ઞાન સર્વજ્ઞતાનું બીજ કે કારણ છે. એ કોઈમાં ઓછું તો કોઈમાં વધારે પ્રગટ થયેલું જણાય છે. વધતાં વધતાં, જેથી આગળ વધી ન શકાય એવી કક્ષાએ જેમાં પહોંચે એ સર્વજ્ઞ છે. પરિમાણ(માપ)ની જેમ જ્ઞાન વધારે કે ઓછું હોઈ શકે છે, તેથી એ પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. જેમાં જ્ઞાનની આવી પરાકાષ્ઠા હોય એ સર્વજ્ઞ છે, અને એ પુરુષવિશેષ છે. અનુમાનથી થતું જ્ઞાન સામાન્ય માત્રને ગ્રહણ કરવા માટે સમર્થ છે. તેથી એ પુરુષની વિશેષતા જાણવા માટે સમર્થ નથી.