________________
અનાદિની સંસારયાત્રા
ભગવાનને નમસ્કાર કર્યા એટલે એમના પર બહુમાન થયું. વળી વિશેષણોથી ભગવાનના ગુણોને જાણ્યા જેથી એમનું વચન હૈયામાં સરળતાથી ઉતરી જાય અને એવા ભગવાન આ પ્રમાણે કહે છે.
"ईह खलु अणाईजीवे '' સંસારમાં ખરેખર અનાદિકાળથી જીવ છે. આ વાક્ય બહુ ચિંતનાત્મક છે. આ વિશ્વમાં ખરેખર આપણો જીવ અનાદિનો છે. તેની કોઈ આદિ-ઉત્પત્તિ નથી. એવો કોઈ કાળ નથી જ્યારે આપણે ન હતા. કોઈ એવો કાળ નહિ હોય જ્યારે આપણે નહિ હોઈએ. એની પર ખૂબ વિચાર કરવા જેવો છે infinite time. અનંતકાળથી આપણે અહીંયા છીએ ને અનંતકાળ રહેવાના છે તો ક્યાં હતા આજ સુધી ક્યાંકથી ને ક્યાંકથી મરીને અહીં આવ્યા. સ્થિર તો હતા જ નહિ હે ભવ્ય જીવો ! તમે વિચાર કરો. સંસારમાં અનાદિકાળથી જીવ છે તો ક્યાં હતો. શું કરી આવ્યો ? આપણો અનાદિનો ઈતિહાસ શું છે ? અનાદિકાળથી નિગોદમાં હતા. ત્યાં જ જન્મવાનું ને ત્યાં જ મરવાનું. એક આંગળીના અસંખ્યાતમાં ભાગ જેટલી કાચા ને એમાં અનંતા જીવોએ સાથે રહેવાનું. અસંખ્ય કાયાઓ ભેગી થાય ત્યારે એ દેખાય. જે દેખાય એ તો બાદર નિગોદ. સૂક્ષ્મ નિગોદ તો દેખાય જ નહિ. ચૌદ રાજલોકમાં સર્વત્ર સૂક્ષ્મનિગોદ છે. પ્રદેશે પ્રદેશે અનંતા જીવો અત્યારે જન્મ-મરણ કરે છે. આપણું તેમને ઘર્ષણ ન લાગે. અત્યંત સૂક્ષ્મ, છેદી ન શકાય, ભેદી ન શકાય
Jain Education International
C
For Personal & Private Use Only
www.jainelibrary.org