________________
ચાતુર્માસ પ્રવેશ વગેરે પ્રસંગ પર નગરપ્રવેશની
વિધિ પ્રાથમિક વિધિ-પ્રવેશના એક દિવસ પહેલાં સાંજે થોડી માટી અને ૧૧ કાંકરી લાવવી (વડીલ અને વક્તા અલગ હોય તો હું કાંકરી અધિક લેવી) તેને રાતે અથવા પ્રવેશ દિનના પ્રાતઃકાલે માટી તથા એકેક કાંકરીને નવ વખત શ્રી વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત કરીને પોતાની પાસે રાખવી. સવારે મંગલ કરી, પૂજ્ય ગુરુદેવ તથા આજ્ઞા આશીર્વાદદાતા ગુરુદેવને વંદનાદિ કરવું આવેલ વાસક્ષેપ લેવો અને... સહવર્તીઓને પણ વાસક્ષેપ કરવો. શુકન લઈ મુહૂર્તના સમય પહેલા જ્યાંથી નગર પ્રવેશ કરવાનો હોય, ત્યાં પહોંચી જવું.
પ્રવેશ સ્થાન પર કરવાની વિધિ
ઇરિયાવહિયં કરવા. બધાએ બેસીને ભાવમંગલ સ્વરૂપ નમસ્કાર મહામંત્ર ઉવસગ્ગહર સ્તોત્ર આદિ સ્તોત્ર તથા મંત્રવિદ્યાનું સ્મરણ કરવું. ત્યારબાદ બની શકે તો બધાએ અથવા વડીલ+વક્તાએ જે દિશા સન્મુખ પ્રવેશ કરવાનો હોય તે દિશાની હદ પર ઊભા રહીને ક્ષેત્રદેવતા (ગામનગર દેવતા)ને આહ્વાનાદિ કરવા પછી...
1 ખિત્તદેવયાએ કરેમિ કાઉ, અન્નત્થ એક નવકારનો કાઉ, કરવો પછી “યસ્યાઃ ક્ષેત્ર” સ્તુતિ કહી નવકાર બોલવો. પછી ક્ષેત્રપાલનો મંત્ર ત્રણવાર બોલીને ત્રણવાર ભૂમિપર વાસક્ષેપ કરી તેમની નગરપ્રવેશ માટે અનુમતિ લેવી. ત્યારબાદ ભૂમિપર સંક્ષિપ્તથી નામ નિર્દેશ સાથે નવગ્રહ,
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org