________________
દેરાસરની વર્ષગાંઠે ધજા ચડાવવાનો વિધિ
દેરાસરના મૂળનાયક પ્રભુજીની વરસગાંઠના દિવસે સવારે સત્તર ભેદી પૂજા ભણાવવી, એમાં નવમી ધ્વજપૂજા વખતે ધજાનો થાળ ગુરુમહારાજ પાસે પાટલા ઉપર મૂકવો. ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા અગર સૂરિમંત્ર દ્વારા મંત્રી વાસક્ષેપ નાંખે તે ધજા ઉપર કેશરનાં છાંટણાં કરવાં ને કેશરના ત્રણ કે પાંચ સાથિયા કરવા અને પછી તે થાળ ભાગ્યવાન હાથમાં રાખી ઊભા રહે, ત્યાર બાદ નવમી પૂજા ભણાવવી. તે પૂજા પૂર્ણ થયે થાળને સૌભાગ્ય વતી સ્ત્રીના માથે મૂકીને ડંકાના નાદ સાથે મંદિરની અથવા પ્રભુની ત્રણ પ્રદક્ષિણા આપવી તેમજ ધૂપ દીપ ધારાવલી પણ કરવી ત્યારબાદ મંદિરના શિખરે ચઢવું. ત્યાં દંડ અને કળશની અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી....
પુથાઉં પુથાઉં વગેરેના નાદપૂર્વક ધજા ચડાવવી. પછી નવકારમંત્ર અને મોટી શાન્તિ સાંભળવી.
નીચે આવી બાકીની પૂજાઓ ભણાવવી.
આ દિવસે બને તો સ્વામિવાત્સલ્ય કરવું. છેવટે સંઘપૂજા અને પ્રભાવના પણ કરવી. નોંધ - જેની નિશ્રા હોય છે અથવા ક્રિયાકારક બતાવે તે પ્રમાણે કરવી.
૧૩૮ ૦ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org