Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ પારાને થરમૉમિટરમાં કેદ કરી શકયો છું, વાંસળીમાં પવનને કેદ કરી શક્યો છું પરંતુ મનને સ્થિર રાખવામાં કોણ જાણે કેમ મને સફળતા મળતી જ નથી. કયા શસ્ત્ર સાથે મન સાથે લડવું ? આપનું માર્ગદર્શન અપેક્ષિત છે. જ મનન, વાંદરાને વશમાં લેવા માટે જાતજાતના દાવો અજમાવવા પડે અને જનનનાં શસ્ત્ર-સાધનોનો ઉપયોગ કરવો પડે એ તો સમજાય છે પણ રડી રહેલા, તોફાન કરી રહેલા. રિસાઈ રહેલા બાળકને વશમાં રાખવા મમ્મી એક જ શસ્ત્રનો ઉપયોગ કરે છે અને એ શસ્ત્રનું નામ છે – પ્રેમ ! બસ, મનન, મારે તને આ જ કહેવું છે, મન સામે તું એક યોદ્ધાની જેમ ઊભો ન રહે, એક પ્રેમીની જેમ ઊભો રહે. તારે એને હરાવવાનું નથી, કહ્યાગરું બનાવવાનું છે. તારે એને મારી નાખવાનું નથી, એને જીવંત રાખીને તારી આજ્ઞા માનવા તૈયાર કરવાનું છે. તેં પુછાવ્યું છે, કયા શસ્ત્ર સાથે મન સાથે લડવું ? મારો એક જ જવાબ છે. તલવાર, બરછી કે બંદૂક જેવાં શસ્ત્રોને તો મન ઘોળીને પી જાય તેવું છે, માત્ર એક જ શસ્ત્ર સામે મન પોતાનું મસ્તક ટેકવી દે છે અને એ રાસ્ત્રનું નામ છે પ્રેમ ! અને વાત પણ સાચી છે ને ? સંપત્તિ વિના સંસારી માદાસ જીવી જ નથી શક્તો માટે એ એની સાથે ચૌહાનો વ્યવહાર નથી કરતો પરંતુ પ્રેમીનો વ્યવહાર જ કરે છે ને ? સીડી વિના માણસ અગાશી પર નથી જ પહોંચી શકતો માટે એ એની સાથે લડતો નથી પરંતુ પ્રેમ જ કરે છે ને ? આંખ વિના માણસ જોઈ જ નથી શકતો માટે એ એની ૯

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100