Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ ૧૭ વાસના અને પ્રેમ વચ્ચેનો તફાવત સમજાતો નથી. કારણ કે બંનેમાં આકર્ષણ અનુભવાય છે, ખેંચાણ થાય છે, જાત ભુલાઈ જાય છે. નિર્ણય શી રીતે કરવો કે આ વાસના છે અને આ પ્રેમ છે ? સ્નેહ, પાણી અને વરાળ એ બંને વચ્ચે જે તફાવત છે બસ. એ જ તફાવત વાસના અને પ્રેમ વચ્ચે છે. પાણી જેમ નીચાણ તરફ જ જતું રહે છે તેમ વાસના કાયમ માટે આત્માને નીચે તરફ જ લઈ જતી હોય છે. નીચે તરફ એટલે ? દુર્બુદ્ધિ તરફ, દુર્ગુણો તરફ અને દુર્ગતિ તરફ ! જ્યારે પ્રેમ એ તો વરાળ જેવો છે. વરાળ જેમ ઉપર તરફ જ જતી હોય છે તેમ પ્રેમ આત્માને ઉપર તરફ જ લઈ જતો હોય છે. ઉપર તરફ એટલે ? સદ્ગુદ્ધિ તરફ, સદ્ગુણો તરફ, સદ્ગતિ તરફ ધાવતું પરમગતિ તરફ પણ ! એક વાતનો તને ખ્યાલ છે ? પાણીનું શુદ્ધ સ્વરૂપ એ જો વરાળ છે તો વરાળનું અશુદ્ધ સ્વરૂપ એ પાણી છે. બસ, એ જ ન્યાયે વાસનાનું શુદ્ધ સ્વરૂપ એ જો પ્રેમ છે તો પ્રેમનું અશુદ્ધ સ્વરૂપ એ વાસના છે. તને સમજાય એ ભાષામાં કહું તો આકર્ષણના કેન્દ્રમાં જ્યારે પદાર્થ' આવે છે ત્યારે એ આકર્ષણ વાસના સ્વરૂપ બની જાય છે અને આકર્ષત્રના કેન્દ્રમાં જ્યારે પરમાત્મા’ આવે છે ત્યારે એ આકર્ષણ પ્રેમસ્વરૂપ બની જાય છે. દુઃખદ હકીક્ત એ છે કે આ જગતના બહુજનવર્ગે તો વાસનાને જ ‘પ્રેમ’નું નામ આપી દીધું છે. ‘સ્ત્રી પર મને બહુ પ્રેમ છે’ આવી ગુલબાંગ ફેંકનારને એટલું જ તું પૂછી જોજે કે સ્ત્રી પ૨ ૩૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100