Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 90
________________ ધરબાયેલી છે. આ સામર્થ્યમાં જ તને જગતના જીવમાત્રના મિત્ર બનાવી દેવાની મસ્ત કળા ધરબાયેલી છે. બલવીર, જવાબ આપ, છે તારી પાસે આ વંદનીય સામર્થ્ય? કોકની આંખમાંથી વહી રહેલા આંસુ જોવા માત્રથી તને ખ્યાલ આવી જાય છે ખરો કે એ આંસુ પાછળ કાં તો દુઃખનો વલોપાત છે, કાં તો પાપનો પશ્ચાત્તાપ છે, કાં તો પ્રભુમિલનનો આનંદ છે, કાં તો પ્રભુવિરહની વ્યથા છે, કાં તો કૃતજ્ઞતાનો ભાર છે અને કાં તો ધન્યવાદનો ભાવ છે ! જો આ આંસુની લિપીને ઉકેલવાનું સામર્થ્ય તું ન ધરાવતો હોય તો હું તને કહું છું કે કેવળ ચહેરાની લિપી ઉકેલવાનું તારી પાસે રહેલ સામર્થ્ય તને ક્રૂર, કઠોર અને કૃતજ્ઞ બનાવીને દુર્ગતિમાં ધકેલી દીધા વિના નહીં રહે. વાંચી છે તે આ પંક્તિ? જે નયને કરુણા તરછોડી, એની કિંમત ફૂટી કોડી' તારી પાસે જે છે એ આંખ છે પણ કાચ નથી એ તું જો પુરવાર કરવા માગે છે તો મારી તને ભારપૂર્વકની વિનંતિ છે કે આંસુની લિપી ઉકેલવાનું સામર્થ્ય તું પામીને જ રહે. જીવન તારું ધન્ય બની રહેશે. મરણ તારું ભવ્ય આવી રહેશે ! ૯0

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100