Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 97
________________ ૪૯ કોબ્રા સર્પને હાથેથી પકડી લેનારા મેં મારી આંખે જોયા છે. હાથમાં માત્ર લાકડી લઈને સિંહની પાછળ ભાગેલા યુવાનો મેં જોયા છે. ટેકરીની ટોચ પરથી નદીમાં કૂદકો લગાવનારા મેં જોયા છે. મારામાં આવી મર્દાનગી ક્યારે આવશે? સાગર, બની શકે કે તારા જગતમાં બાહુબળ જ મર્દાનગીનું માપદંડ મનાયું હોય, દઢ મનોબળ જ તાકાતનું સૂચક મનાયું હોય પણ કહેવા દે મને કે આવા બાહુબળની કે આવા મનોબળની અધ્યાત્મજગતમાં ફૂટી કોડીની ય કિંમત નથી. કારણ? આવી મર્દાનગી તો આ જગતમાં દુર્જન પણ ધરાવતો હોય છે તો ગુંડા પાસે ય આ તાકાત હોય છે. વ્યભિચારીને ય આ શક્તિનું વરદાન મળ્યું હોય છે તો ખૂની પાસે પણ આ તાકાત હોવામાં કોઈ વાંધો નથી. પણ, અધ્યાત્મ જગત તો પાપભીરુતાને સાચી મર્દાનગીનું પ્રમાણપત્ર આપે છે. જો તમે પાપથી ડરી રહ્યા છો, તમારું હિત શોષવી નાખતા વિચાર-વાણી-વ્યવહારથી જો તમે કાંપી રહ્યા છો, તમારા સ્વભાવથી દૂર ધકેલી દેતા સંગ અને સ્થાનથી જો તમે વ્યથિત થઈ રહ્યા છો તો અધ્યાત્મ જગત એમ કહે છે કે તમે જ સાચા પુરુષ છો. તમે જ સાચા મર્દ છો. તમે જ સાચા તાકાતવાન છો. પ્રશ્ન મનમાં એ થાય કે બાહુબળ અને મનોબળને જ સાચી મર્દાનગી ન કહેતાં પાપભયને જ સાચી મર્દાનગી કહેવાનું કારણ શું હશે? જવાબ આ પ્રશ્નનો એ છે કે પાપભય એ

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100