________________
૪૫
મારી પ્રશંસા કરવા ખાતર હું નથી કહેતો પણ એ હકીકત છે કે મારા સમસ્ત મિત્રવર્ગમાં “ચહેરાની લિપી” ઉકેલવાનું જે સામર્થ્ય મારી પાસે છે એ બીજા કોઈની ય પાસે નથી. મારા એ સામર્થ્ય અંગે આપનું કોઈ સૂચન?
બલવીર, ચહેરાની લિપી ઉકેલવાના તારા સામર્થ્યની પરલોક જગતમાં, પ્રભુ જગતમાં અને પ્રેમ જગતમાં ફૂટી કોડીની કિંમત નથી. બની શકે કે તારા આ સામર્થ્યથી તારો મિત્રવર્ગ સ્તબ્ધ હોય! બની શકે કે તારું આ સામર્થ્ય ધંધામાં તારા પ્રતિસ્પર્ધીને પાછળ રાખી દેતું હોય! બની શકે કે તારું આ સામર્થ્ય તને કોઈની ય છેતરપીંડીના શિકાર બનવા ન દેતું હોય ! બની શકે કે તારા આ સામર્થ્યના કારણે તારા મિત્રોની સંખ્યાનો “ઇન્ડેક્ષ” કાયમ ઊંચો જ રહેતો હોય !
અને તો ય મારે તને કહેવું છે કે તારા આ સામર્થ્યમાં નથી પરલોકની તારી સદ્ગતિને નિશ્ચિત્ત કરી દેવાની તાકાત! તારા આ સામર્થ્યમાં નથી તેને પ્રભુપ્રિય બનાવવાની તાકાત ! નથી તારા આ સામર્થ્યમાં તને લોકપ્રિય યાવતુ પરિવારપ્રિય બનાવી દેવાની તાકાત ! અરે, નથી તારા આ સામર્થ્યમાં પ્રતિકૂળતામાં કે રોગગ્રસ્ત અવસ્થામાં તારા ચિત્તને સમાધિમાં રાખવાની તાકાત !
હું કહું છું, આવા ‘નપુંસક’ સામર્થ્યનો આટલો ફાંકો શું? આટલો વટ શું? આટલું પાગલપન શું? આટલો અહં શું?
હા, તારી પાસે જો હોય “આંસુની લિપી” ને ઉકેલવાનું સામર્થ્ય તો હું તને પ્રમાણપત્ર આપી દઉં કે તું સાચે જ મર્દનો બચ્યો છે. કારણ કે આ સામર્થ્યમાં જ પરલોકને સદ્ધર કરી દેવાની પ્રચંડ તાકાત ધરબાયેલી છે. આ સામર્થ્યમાં જ તને પ્રભુની પાવન કરુણાના ભાજન બનાવી દેવાની પ્રચંડ ક્ષમતા
૮૯