Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 87
________________ ४४ ગુંડા સાથે હિસાબ ચૂકવી દેવાનું હજી સરળ લાગે છે પણ મન સાથે કઈ રીતે કામ લેવું એ સમજાતું જ નથી. પ્રત્યેક સ્થળે અને પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક સંયોગમાં આત્માને જાણે કે એ ભટકાવતું જ રહે છે. કોઈ સમાધાન ! 0 દક્ષેશ, એક વાત તું ખાસ સમજી રાખજે કે મન આત્માને ભટકાવતું નથી પણ આત્માને ખુદને ભટકવું હોય તો મન આત્માનું સાધી - સંગાથી બન્યું રહે છે. આત્મા તો શરીરના સ્થાને છે જ્યારે મન પડછાયાના સ્થાને છે. પડછાયો જેમ શરીરને બંધાયેલો છે તેમ મન આત્માને બંધાયેલું છે. શરીર જ્યાં પણ જાય છે, પડછાયો જેમ એની સાથે ને સાથે જ રહે છે તેમ આત્મા જ્યાં પણ રસ લે છે. મન આત્માની સાથે જ રહે છે. તું ક્યારેય એમ કહીશ ખરો કે પડછાયો શરીરને ભટકાવતો જ રહે છે ! છે ના, તો એ જ વાત તારે મનઆત્માની બાબતમાં સમજી રાખવાની છે. મન આત્માને ભટકાવતું રહે છે એમ તો કહી શકાય તેવું જ નથી. અલબત્ત, માલિક કોઈ પણ કારણસર નોકરથી દબાઈ ગયેલો હોય અને એના કારણે નોકર માલિક પર હકૂમત જમાવી રહ્યો હોય તો એ કમજોરી માલિકની છે, નોકરની તાકાત તો હરિંગજ નથી. બસ, એ જ ન્યાયે આત્મા, મનથી દબાઈ ગયેલો હોવાના કારણે મન આત્મા પર પોતાની હકૂમત ચલાવી રહ્યું હોય તો એ કમોરી આત્માની જરૂર છે પણ મનની તાકાતનો હરગિજ નથી. આનો અર્થ આ જ કે જે પળે આત્મા પોતે જાગ્રત થઈ જાય, સાવધ ८७ -

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100