Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ પ્રેમ એટલે કોના પર પ્રેમ ? સ્ત્રીના શરીર પર પ્રેમ કે સ્ત્રી શરીરમાં રહેલ આત્મા પર પ્રેમ ? સ્પષ્ટ જવાબ તને આ જ મળશે કે સ્ત્રી શરીર પર પ્રેમ છે ! અને વાસનાને “પ્રેમ”નું નામ આપી દેવાનું દુષ્પરિણામ આજે કોણ નથી અનુભવતું એ પ્રશ્ન છે. કોનાં લગ્નજીવનમાં શાંતિ, પ્રસન્નતા અને આનંદ છે? કોનું લગ્નજીવન મસ્તીપૂર્વક પસાર થઈ રહ્યું છે? સર્વત્ર ઉકળાટ છે, ઉદ્વેગ છે, ફરિયાદ છે, તનાવ છે અને આવેશ છે. કહેવું હોય તો એમ કહી શકાય કે લગ્નજીવનની બધી જ મસ્તી આજે લગ્ન સમયે પડાવેલ ફોટાઓના આલબમમાં કેદ થઈ ગઈ છે. | સ્નેહ, વાસનાનાં જીવનો તો બહુ પસાર કર્યા. આ જીવન તું પ્રેમનું બનાવી દે. પ્રેમનું એટલે? આકર્ષણના કેન્દ્રમાં કાં તો પરમાત્મા હોય અને કાં તો પરમાત્માના પરિવાર સ્વરૂપ પવિત્રતા-પ્રસન્નતા-પુણ્ય હોય ! તારું ઊર્ધ્વગમન નિશ્ચિત બની જશે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100