Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ વ્યસની હોય – આ ડૉક્ટર જેવો છે, કે જે પોતાની યુવાન પત્નીને, નિર્દોષ બાળકોને અને સહારાની અપેક્ષા રાખીને જીવન પસાર કરી રહેલ માતા-પિતાને નિઃસહાય અવસ્થામાં છોડીને સ્મશાનમાં જઈને સૂઈ જાય છે. સ્વપ્નિલ, મેં મારી આંખ સામે ગુટખાના સેવને કૅન્સરનો ભોગ બનેલા કેટલાય યુવાનોને પરલોક ભેગા રવાના થતા જોયા છે. એમાંના એક યુવાનની પત્નીએ તો આંખમાં આંસુ સાથે મને વિનંતિ કરી છે કે ‘મહારાજ સાહેબ, આપની યુવાશિબિરમાં આવી રહેલા યુવાનોને એક વાત ખાસ કરજો કે “જો તમે કોઈ પણ પ્રકારના વ્યસનના શિકાર હો તો મહેરબાની કરીને લગ્ન કરતાં જ નહીં. તમે તો યુવાનીમાં મરીને છૂટી જશો પણ તમારી પાછળ તમારો પરિવાર તો, જીવતાં જ મરી જશે !' સ્વપ્નિલ, વ્યસની તિરસ્કારપાત્ર નથી જ પણ પોતે જ સહુનો તિરસ્કારપાત્ર બનવા દોડતો હોય તો એનું કરવું શું ? ४८

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100