Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 54
________________ તું છે ખરો ? તપાસી લેજે તારી વિચારશૈલી. ત્યાં સ્વાર્થ ગૌણ છે અને પરમાર્થ મુખ્ય છે એમ તને સ્પષ્ટ લાગે છે ખરું ? ખોટું ન લગાડતો પણ હું તને ઓળખું છું. તારી ઉડાઉવૃત્તિ પણ મારા ખ્યાલમાં છે તો તારી કૃપણવૃત્તિ પણ મારા ખ્યાલમાં છે. હોટલમાં ૨૦૦૦ રૂપિયા વેડફી નાખતા તને કોઈ હિચકિચાટ થતો નથી પણ એ જ હોટલના નાકે ઊભા રહેતા ભિખારીને ૧ રૂપિયો આપવા ય તું તૈયાર હોતો નથી. હવા ખાવાનાં સ્થળો પર તું ૧૦,૦૦૦ રૂપિયા ઉડાડી દે છે પણ આત્મકલ્યાણ માટે પ્રોત્સાહક બનતા સ્થાનના નિર્માણમાં ૧૦ રૂપિયાનું યોગદાન આપવા પણ તારી તૈયારી હોતી નથી. આ છે તારી અધમ મનોવૃત્તિ અને કનિષ્ટ જીવનશૈલી અને છતાં હું અપેક્ષા રાખે છે કે લોકો તને ચાહતા રહે એમ હર્ષ, લોકો તને ચાહતા કેમ નથી ? એ પ્રશ્ન જો તારો છે તો લોકો તને મારતા કેમ નથી ? એ પ્રશ્ન મારો છે. જીવનને ગૌરવ બક્ષવું છે ? ભેગું ન કરતો જા. ઉવડતો ન જા. સહુનો ભાગ રાખતો જા. ૫૪

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100