Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 65
________________ ૩૩ ધર્મથી સુખ અને પાપથી દુઃખ ન જાણે આ વાક્ય કેટકેટલીય વાર વાંચી ચૂક્યો છું અને સાંભળી ચૂક્યો છું પણ સાચું કહું તો મને એમ જ લાગી રહ્યું છે કે “ધર્મના માર્ગે દુઃખી થવા સિવાય બીજું કાંઈ જ નથી' કોઈ સમાધાન? ધર્મિલ, ધર્મના માર્ગે દુઃખી થવા સિવાય બીજું કાંઈ જ નથી' એવું જો તને લાગી રહ્યું છે તો એનો તાત્પર્યાથે આ જ છે ને કે “સુખી થવું હોય અને સુખી રહેવું હોય તો પાપનો માર્ગ જ અપનાવી લેવો !' એક કામ તું કરીશ? તારા આખા જ પરિવારને તું આજે ભેગો કર અને કહી દે પરિવારના દરેક સભ્યને કે હું તમને સુખી બનાવવા અને સુખી જોવા ઇચ્છું છું અને એ સુખ માત્ર પાપના માર્ગે જ છે. ધર્મના માર્ગે છે જ નહીં. માટે તમો સહુ ધર્મ છોડી દો અને તમામ તાકાતથી પાપો કરવા લાગો. પ્રભુનાં દર્શન-વંદન-પૂજન બંધ કરી થિયેટરોમાં ફરતા રહો. મર્યાદામાં રહેવાનું બંધ કરી બેશરમ બનીને છાકટા થઈને ફરતા રહો. કલબમાં જઈને જુગાર રમવો હોય તો ખુશીથી રમો અને મોબાઇલ પર બ્લ્યુ ફિલ્મો જોવી હોય તો એ ય ખુશીથી જુઓ. દારૂની પ્યાલી મોઢે માંડવી હોય તો ડરો નહીં અને રાતના બાર બાર વાગ્યા સુધી બહાર રખડતા રહેવું હોય તો ખુશીથી રખડતા રહો. ધર્મિલ, છે તારી આ તૈયારી ? છે તારી આ તાકાત? જો ધર્મના માર્ગે દુ:ખો જ આવતા હોય અને તમામ સુખો જો પાપના માર્ગે મળતા જ હોય તો પછી પરિવારના દરેક સભ્યને ૬૫

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100