Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 68
________________ અધ્યાત્મમાર્ગથી ટ્યુત થઈને ગમે તેવા અધ્યાત્મના કહેવાતા ભ્રામક માર્ગ પર ચડી જાય એવી પૂરેપૂરી સંભાવનાવાળા આ યુગમાં તું અધ્યાત્મ માર્ગ પર આજે ટકી ગયો છે એ બદલ તને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાનું મન થાય છે. અલબત્ત, મારી તને એ વણમાગી સલાહ છે કે જે અધ્યાત્મના માર્ગ પર પાપનિવૃત્તિ પર જોર ન હોય, અંતઃકરણની પવિત્રતા અકબંધ જાળવી રાખવાની વાત નહોય, પ્રેમદૃષ્ટિ અને પરલોકદૃષ્ટિ ટકાવી રાખવાની વાત ન હોય, વ્યવહારશુદ્ધિ પર જોર ન હોય, જીવોની સાચી ઓળખ ન હોય અને અંતિમ લક્ષ મુક્તિ ન હોય એ અધ્યાત્મમાર્ગ સામે તું જીવનમાં ક્યારેય નજર પણ નહીં નાખતો. યાદ રાખજે, મંજિલ તો માર્ગના આધારે જ આવે છે. કદમ જો ગલત માર્ગ પર જ પડી ગયા છે તો સાચી મંજિલ આવવાની કોઈ જ શક્યતા નથી અને કદમ જો સમ્યફ માર્ગ પર જ છે તો મંજિલ નહીં આવે ત્યાં સુધી ગલત માર્ગ પર ભટકી જવાની તો કોઈ જ સંભાવના નથી. ચિન્મય, તું ક્યાંય ભટકી નથી ગયો એ બદલ તને પુનઃ પુનઃ ધન્યવાદ !

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100