Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 76
________________ પ . R . સંપત્તિએ પ્રસન્નતા તો ન અર્પી પણ સંક્લેશો વધાર્યા ! વાસનાએ પવિત્રતા તો ન બક્ષી પણ અતૃપ્તિની આગ વધારી ! સત્તાએ સ્વસ્થતાની બક્ષિસ તો ન ધરી પણ મનમાં અસંતોષની હોળી સળગાવી ! ખ્યાતિ અને કીર્તિએ શાંતિનું ઇનામ તો ન આપ્યું પણ અનેક સાથે દુશ્મનાવટ ઊભી કરી દીધી ! મુસાફરી ખોટી ગાડીમાં કરીએ છીએ એ જ આપણા જીવનની કરુણતા નથી, ખોટી ગાડીમાંથી ઊતરી જવાની હિંમત આપણે કરતા નથી એ જ આપણા જીવનની કરુણતા નથી, જીવનમાં ખોટાં સ્ટેશનો વધતા જાય છે એ જ આપણા જીવનની કરુણતા નથી, આપણા જીવનની મોટી કરુણતા તો એ છે કે ખોટી ગાડીને આપણે ‘સાચી ગાડી' પુરવાર કરવાના પ્રયત્નોમાં લાગી ગયા છીએ! ઝેરને “અમૃત” પુરવાર કરવાના પ્રયાસોમાં વધુમાં વધુ લમણે મોત જ ઝીંકાય છે પણ પદાર્થયાત્રાને ‘પરમાર્થયાત્રા” કે “સાર્થકયાત્રા” પુરવાર કરવાના પ્રયાસોમાં તો આત્મા દુર્ગતિમાં રવાના થઈ જાય છે. વિકાસ, સાચે જ તું આત્મવિકાસ ઝંખે છે? હિંમત કરીને અત્યારે જ ખોટી ગાડીમાંથી ઊતરી જા. આત્મા બચી જશે. દુર્ગતિ ટળી જશે.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100