Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 79
________________ ४० ખબર નથી પડતી કે સંસારનાં બધાં જ કાર્યો શુભ મૂહુર્તમાં કરવા છતાં ય એ કાર્યોમાં મને સફળતા કેમ નથી મળતી ? ક્યારેક સફળતા મળી પણ જાય છે તો ય એ સફળતા પાછળ રાખેલ આશા સફળ કેમ નથી બનતી ? દીપક, રેતીમાંથી તેલ કાઢવાની પ્રવૃત્તિ તું શુભ મૂહુર્તમાં શરૂ કરે તો ય તને લાગે છે ખરું કે એ પ્રવૃત્તિમાં તને સફળતા મળીને જ રહે ? ઝાંઝવાનાં જળ પાછળ દોડીને પ્યાસ છિપાવી લેવાની પ્રવૃત્તિ કોક હરણ શુભ મૂહૂર્તમાં જ કરે તો ય તને લાગે છે ખરું કે એ પ્રવૃત્તિમાં હરણને સફળતા મળીને જ રહે ? કોક વ્યક્તિ શુભ મુહર્રે સર્પના મુખમાંથી અમૃત મેળવવાના પ્રયાસો શરૂ કરે તો તને લાગે છે ખરું કે એ વ્યક્તિને એના એ પ્રયાસમાં સફળતા મળીને જ રહે ? શું કહું તને ? અહીં પદાર્થ મેળવવામાં સફળતા તો ગુંડાને ય મળી જાય છે અને શેતાનને ય મળી જાય છે. વ્યભિચારીને ય મળી જાય છે અને ખૂનીને ય મળી જાય છે પરંતુ એ પદાર્થપ્રાપ્તિ પાછળ સુખ-મસ્તી-શાંતિ પ્રસન્નતા વગેરે મળી જવાની આશા તો કોઈની ય સફળ બનતી નથી અને બની નથી. કાલ પદાર્થમાં સુખ છે જ નહીં. ભ્રમણાના શિકાર બનીને તમે એના ભોગવટામાં સુખ માનતા રહો એ જુદી વાત છે પણ સત્ય એ છે કે પદાર્થમાં સુખ છે જ નહીં. જે પણ સુખ છે એ આત્મામાં જ છે. અલબત્ત, અનંત ભવોની રખડપટ્ટી પછી પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર માટે મન તૈયાર થવું મુશ્કેલ છે. પૂછોને ૭૯

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100