Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 80
________________ તમે કૂતરાને, હાડકામાં લોહી છે જ નહીં એ હકીકત સ્વીકારી લેવા એ જિંદગીના અંતિમ સમયે પણ તૈયાર ખરો? બિલકુલ નહીં ! દીપક, શુભ મૂહુર્તનો કોઈ વિરોધ નથી પણ એટલું નિશ્ચિત્ત સમજી રાખજે કે પદાર્થપ્રાપ્તિમાં શુભ મૂહુર્ત સહાયક બનશે પણ ખરું તો ય ન તો એ પદાર્થ તારી પાસે કાયમ રહેવાનો છે કે ન તો એ પદાર્થપ્રાપ્તિનો આનંદ તું કાયમ અનુભવી શકવાનો છે. આંસુના માધ્યમે બાબો મમ્મી પાસે રમકડાં મેળવી લેવામાં સફળ બની જાય એ બને પણ પછી ? રમકડાં ગમે ત્યારે તૂટી જાય એટલે બાબાની આંખોમાં પુનઃ આંસુ અથવા તો રમકડાં જૂનાં થઈ જાય એટલે બાબો બેહદ નારાજ ! બસ, આ જ હકીકતનું પુનરાવર્તન થયા કરે છે સંસાર જીવનમાં ! પુરુષાર્થ કરીને પુણ્યના સહારે પદાર્થો મેળવવામાં એ સફળ તો બની જાય છે પણ કાં તો પદાર્થો ગમે ત્યારે રવાના થઈ જાય છે અને કાં તો નવા નવા પદાર્થો માટે મન ઝાંવા નાખતું જાય છે ! દીપક, શુભ મૂહુર્તોનો ઉપયોગ શુભની પ્રાપ્તિ માટે કરતો જા. તૃપ્તિ અને પ્રસન્નતા બંને મળી જશે.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100