Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 83
________________ T કર સંપત્તિ-સત્તા-ખ્યાતિ-વ્યક્તિત્વ વગેરેથી વ્યક્તિનું બાહ્ય ‘માપ’જો નક્કી થાય છે તો જાણવું તો મારે એ છે કે વ્યક્તિનું આંતરિક માપ શેનાથી નક્કી થાય છે ? મને ખ્યાલ તો આવે કે આત્યંતર સ્તરે અત્યારે હું છું કાં ? તત્ત્વજ્ઞ, સૌપ્રથમ તો તારી આ જિજ્ઞાસા બદલ તને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ! કારણ કે સંસારના આ બજારમાં આપ્યંતર સ્તરનું તો કોઈ મૂલ્ય જ નથી, કિંમત નથી, માગ જ નથી, ગૌરવ જ નથી. કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે એ સ્તર તરફ કોઈની નજર પણ નથી. જ આ સ્થિતિમાં તને આપ્યંતર સ્તરે તારું ખદનું ‘માપ’ શું છે એ જાણવાની જે જિજ્ઞાસા થઈ છે એ સાચે જ આશ્ચર્યજનક પણ છે તો આનંદજનક પણ છે. પુનઃ આવી જિજ્ઞાસા બદલ મારા તને ખૂબ ખૂબ ધન્યવાદ ! હવે તારી જિજ્ઞાસાનું સમાધાન. નાની નાની અનુકૂળ વસ્તુઓ પણ જો તને ઉત્તેજિત કરી રહી છે અને નાની નાની પ્રતિકૂળતાઓ પણ જો તારા ચિત્તને આવેરાડા બનાવી રહી છે તો નિશ્ચિત સમજ રાખજે કે આભ્યન્તર સ્તરે તારું માપ 'વામન' નું જ છે. દાળમાં લીંબુનાં પાંચ-દસ ટીપાં પડ્યાં અને દાળના એ સ્વાદે તું જો ખુશ થઈ ગયો, આખી રાત ઠંડા પવનના સ્પર્શે તું ઘસઘસાટ સૂઈ ગયો અને આવી મસ્ત ઊંઘ આવી જવા બદલ તું જો પાગલ પાગલ થઈ ગયો, પ્રશંસાના બે શબ્દ તને સાંભળવા મળ્યા અને તું જો ગદગદ બની ગયો, શાકભાજી તને સસ્તામાં મળી ગઈ અને એ બદલ તું જો ખુશ ખુશ થઈ ગયો, તારી અપેક્ષા કો’કે જાણીજોઈને તોડી અને હું કો ૮૩

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100