Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 75
________________ - A (૩૮ દુઃખો આવે જ નહીં એની પૂરતી તકેદારી અને જાગૃતિ રાખવા છતાં જીવનમાં દુઃખો આવે જ છે એ તો ઠીક પણ સુખના સમયમાં ય પ્રસન્નતાની અનુભૂતિ થવાને બદલે જાણે કે ઉદ્વિગ્નતાની જ અનુભૂતિ થઈ રહી છે. કારણ શું હશે આની પાછળ? વિકાસ, જે ગાડીમાં આપણે બેસી ગયા છીએ એ ગાડી ખોટી જ છે અર્થાત જે મંજિલે આપણે જવું છે એ મંજિલે એ પહોંચતી જ નથી એની જાણ આપણને થઈ ગઈ હોવા છતાં એ ગાડીમાંથી ઊતરી જવાની આપણી હિંમત થતી નથી એ જ છે આપણી ઉદ્વિગ્નતાનું એક માત્ર કારણ. હું તને જ પૂછું છું. સંપત્તિની ગાડીએ આજસુધીમાં કોઈને ય ક્યારે પણ પ્રસન્નતાના સ્ટેશને પહોંચાડ્યા છે ખરા? વાસનાની ગાડી પવિત્રતાના સ્ટેશને પહોંચી હોય એવું તે ક્યારેય સાંભળ્યું છે ખરું? સત્તાની ગાડીએ સ્વસ્થતાના સ્ટેશન પર કોઈને ય પહોંચાડ્યા હોય એવું તારી જાણમાં છે ખરું? ખ્યાતિ અને કીર્તિની ગાડીમાં બેઠેલા કોઈને ય તે શાંતિના સ્ટેશને ક્યારેય ઊતરતા જોયા છે ખરા? હરગિજ નહીં. અને છતાં શી છે આપણી હાલત? એ આશામાં આપણે તે-તે ગાડીમાં મુસાફરી કરી રહ્યા છીએ કે ક્યારેક તો એ ગાડીમાં આપણી અપેક્ષા મુજબનું સ્ટેશન આવશે જ ! શું કહું તને? આપણી હાલત વધુ દયનીય તો એ માટે છે કે આપણે ખોટી ગાડીમાંથી ઊતરી જવાની હિંમત કરતા નથી એટલે ખોટાં સ્ટેશનોમાં ઉમેરો થતો જ જાય છે. ૭૫

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100