Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 61
________________ || HT|||||||[[ ૩૧) r[li[ [ [r[ G[ r[ T[ r[ | પ્રભુભક્તિમાં લાખો-કરોડો રૂપિયાનો સવ્યય કરનારના જીવનમાં ય જો જાલિમ તકલીફો આવતી હોય, પ્રભુ પ્રાર્થનામાં આંસુની ગંગા વહાવનારના જીવનમાં ય જો જાલિમ સમસ્યાઓ a ઊભી થતી હોય તો પછી પ્રભુભક્તિનું ફળ શું? IIIIIIII || ચેતન, આ પ્રશ્ન તારો છે અને મને ખ્યાલ છે કે તારા જીવનમાં પ્રભુભક્તિના નામે ખાસ કાંઈ છે નહીં. સંસારનાં બધાં જ કામો પત્યા બાદ સમય મળે છે તો જ તું પ્રભુદર્શન કરવા જાય છે અને માત્ર બે-પાંચ મિનિટમાં જ દર્શન કરી તું મંદિરની બહાર નીકળી જાય છે. ભલે મેં તને પૂછ્યું નથી અને તે મને જણાવ્યું નથી પણ તારી તાસીર જોતા હું અનુમાન કરું છું કે તે પ્રભુભક્તિ પાછળ આજસુધીમાં માંડ દસેક હજાર રૂપિયાનો વ્યય કર્યો હશે. પ્રભુ સન્મુખ બોલવા માટેની બે-ચાર સ્તુતિઓ પણ તને કંઠસ્થ હશે કે કેમ એમાં મને શંકા છે. ટૂંકમાં; તારા અંતઃકરણમાં પ્રભુ પ્રત્યે એવો કોઈ ખાસ લગાવ નથી, પ્રભુભક્તિમાં તને એવો કોઈ ખાસ રસ નથી અને છતાં તેં મને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુભક્તના જીવનમાં ય જાલિમ તકલીફો કેમ? જાલિમ સમસ્યાઓ કેમ? એવું તો નથી કે તને પ્રભુભક્તિની ‘એલર્જી' છે અને આવો પ્રશ્ન પૂછીને તું મારી પાસે ‘પ્રભુભક્તિ તાકાતહીન છે? એવા જવાબની અપેક્ષા રાખીને બેઠો છે ! ખેર, જે હોય તે પણ તેં પૂછેલા પ્રશ્નનો જવાબ તું કાન ખોલીને સાંભળી લેજે. તારા જેવો ઉપરછલ્લો ભક્ત પ્રભુને આ ફરિયાદ કરે છે કે “પ્રભુ, હું તારો ભક્ત છતાં ય મારા પર આવડી મોટી તકલીફ કેમ?' જ્યારે ખરેખર જે પ્રભુભક્ત છે એ પોતાના પર આવી પડેલ તકલીફને હસતાં હસતાં કહી દે છે કે “તારું ૧

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100