Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 60
________________ હા રે જપી . પ . . ના, ધર્મને જો વિજ્ઞાનના અભિપ્રાયની કોઈ જ જરૂર લાગતી નથી તો વિજ્ઞાને પણ ધર્મની પ્રશંસા સાંભળવાના અભરખા છોડી દેવા જોઈએ. એક મહત્ત્વની વાત તરફ તારું ધ્યાન દોરું ? વિજ્ઞાને દૂરબીનની શોધ કરી. દૂરબીનના માધ્યમે હજારો-લાખો માઈલ દૂર રહેલા તારાઓ વિજ્ઞાને એકદમ નજીક બતાડી દીધા પણ એ દૂરબીનની પાછળ રહેલ વૈજ્ઞાનિકને દેખાડી દેવામાં વિજ્ઞાન નિષ્ફળ ગયું એ તો તારા ખ્યાલમાં છે ને? આનો અર્થ ? આ જ કે વિજ્ઞાન પરિધિને આકર્ષક બનાવવામાં કદાચ સફળ બની શક્યું છે પણ કેન્દ્રની તો એની પાસે કોઈ કલ્પના જ નથી. સમસ્ત જીવન જે આત્માના આધારે ટક્યું છે એના પર તો વિજ્ઞાનની નજર જ ગઈ નથી. એની નજર ગઈ છે એક માત્ર શરીર અને મન પર. એનાં તમામ સંશોધનો અને એની તમામ શોધોના કેન્દ્રસ્થાને શરીર અને મન જ રહ્યાં છે. તું જ કહે, શરીર-મનના કેન્દ્રસ્થાને રહેલ આત્માને સ્વીકારવા ય તૈયાર ન થનાર વિજ્ઞાનની પ્રશંસા ધર્મ કરવી જરૂરી છે ખરી ?

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100