Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 59
________________ લ ૩૦ વિજ્ઞાનની જગતને રોજેરોજ નવનવી ભેટ મળતી જ રહે છે અને છતાં ધર્મ, વિજ્ઞાનની દિલ ખોલીને પ્રશંસા કરવા તૈયાર હોય એવું દેખાતું નથી. શું વિજ્ઞાન, ધર્મનું દુશ્મન છે? શું ધર્મને, વિજ્ઞાનની શોધો મામૂલી લાગી રહી છે? નિર્મળ, પથ્થર એ પથ્થર છે અને સુવર્ણ એ સુવર્ણ છે. પથ્થરની સાથે કોઈ સોનાને ન ખરીદતું હોય તો એનો અર્થ એ નથી કે સોનાને પથ્થર સાથે દુશ્મનાવટ છે. જિંદગીમાં તે ક્યારેય સુવર્ણની સાથે પથ્થરને બેઠેલો ન જોયો હોય તો એનો અર્થ એ નથી કે સુવર્ણએ પથ્થરને પોતાની સાથે બેસવાની ના પાડી દીધી છે. બસ, તે જે પુછાવ્યું છે એનો આ જ જવાબ છે. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. ધર્મ એ ધર્મ છે. વિજ્ઞાનની આધારશિલા સંદેહ છે તો ધર્મની આધારશિલા શ્રદ્ધા છે. વિજ્ઞાનને જો પદાર્થના રૂપાંતરણમાં રસ છે તો ધર્મને આત્માના રૂપાંતરણમાં રસ છે. વિજ્ઞાનની પ્રક્રિયા જો ‘તોડતા રહેવાની છે તો ધર્મની પ્રક્રિયા “જોડતા રહેવાની છે. વિજ્ઞાનને જો ખંડ' માં રસ છે તો ધર્મને “અખંડ'માં રસ છે. વિજ્ઞાન જો ‘દશ્ય’ પર કામ કરે છે તો ધર્મ ‘અદશ્ય’ પર કામ કરે છે. ટૂંકમાં, બંનેના સ્વરૂપમાં, પ્રક્રિયામાં અને પરિણામમાં આસમાન-જમીનનો ફરક છે. શા માટે તારે એવી અપેક્ષા રાખવી જોઈએ કે ધર્મ વિજ્ઞાનની પ્રશંસા કરવી જ જોઈએ. એક પ્રશ્ન તને પૂછું? ધર્મના ક્ષેત્રમાં આગળ વધી રહેલા કોઈ પણ ધર્મીએ ક્યારેય એવી ફરિયાદ કરી હોય કે ‘વિજ્ઞાને ધર્મની પ્રશંસા કરવી જ જોઈએ” એવું તેં સાંભળ્યું છે ખરું? ૫૯

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100