________________
૨૯
એક જ ઑફિસમાં બે શેઠના હાથ નીચે કામ કરી રહેલા નોકરને કયા કામમાં કયા શેઠની આજ્ઞા માનવી, એનો નિર્ણય કરવો સરળ હશે પણ જીવનમાં મારે કોની આજ્ઞા માનવી, બુદ્ધિની કે હૃદયની ? હું કોઈ જ નિર્ણય કરી શકતો નથી. સમાધાન?
હાર્દિક, એકદમ જાડી ભાષામાં તને સમજાવું તો સુખ અને દુઃખની બાબતમાં ભલે તું બુદ્ધિની આજ્ઞા માનતો રહે પણ પુણ્ય અને પાપની બાબતમાં, ગુણ અને દોષની બાબતમાં, મૈત્રી અને દુશ્મનાવટની બાબતમાં, કાર્ય અને અકાર્યની બાબતમાં, સાર અને અસારનો વિવેક કરવાની બાબતમાં તો તું હૃદયની સલાહ જ લેતો રહેજે અને હૃદયની આજ્ઞા જ માનતો રહેજે.
‘પૈસા કઈ રીતે બનાવવા?' આ પ્રશ્ન જરૂર પૂછજે તું બુદ્ધિને પરંતુ ‘પૈસા બનાવવા જતાં ધ્યાન શું રાખવાનું?’ આ પ્રશ્નનું સમાધાન તો તું હૃદય પાસેથી જ મેળવજે.
‘લગ્ન કરવા કે નહીં ?' આ પ્રશ્નના સમાધાન માટે તું જરૂર બુદ્ધિના શરણે જજે પણ ‘વાસનાને નિયંત્રણમાં કઈ રીતે રાખવી?’ એનો જવાબ તો તું હૃદય પાસેથી જ મેળવજે.
તને એક વાત જણાવું?
શરીરમાં હૃદયનું સ્થાન ભલે ડાબી (LEFT) બાજુએ હોય છે પણ એની પાસેથી જે જવાબ મળતો હોય છે, એના તરફથી જે સલાહ અને સુચનો મળતાં હોય છે, એનો જે અવાજ સંભળાતો હોય છે એ હંમેશાં સાચો (RIGHT) જ હોય છે.
તું શું એમ માને છે કે સરમુખત્યાર શાસકોએ યુદ્ધ કરતા પહેલાં હૃદયને પૂછ્યું હશે? તું શું એમ માને છે કે નિઃસહાય યુવતી પર બળાત્કાર કરવા તૈયાર થઈ જતા યુવકને હૃદયનો
પ૭