Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 55
________________ ૨૮ પ્રભુ છે' એ શ્રદ્ધા છે. પ્રભુ અચિજ્યશક્તિ સમ્પન છે' એ શ્રદ્ધા પણ છે. પ્રભુ કરુણાસાગર છે' એ શ્રદ્ધા પણ છે પરંતુ એ શ્રદ્ધાને દઢ બનાવે એવા સુખદ અનુભવોથી જીવન સર્વથા વંચિત છે. કોઈ સમાધાન? | વિવેક, આંખ સામે જ મનોહર ઉદ્યાન હોવા છતાં દારૂડિયાને એ ઉદ્યાનની ભવ્યતાનો કોઈ જ ખ્યાલ નથી આવતો એની તો તને ખબર છે ને ? અત્તરની દુકાનમાં ખુરશી પર બેઠા બેઠા સૂઈ ગયેલ માણસને અત્તરની સુવાસની કોઈ જ અનુભૂતિ નથી થતી એ તો તારા ખ્યાલમાં છે ને ? બેહોશ માણસના શરીર પર ઑપરેશન ટેબલ પર ડૉક્ટર છરીઓ ફેરવતા હોવા છતાં એની કોઈ જ વેદના એ દર્દી અનુભવતો નથી એની તો તને ખબર છે ને? બસ, પ્રભુની અચિજ્યશક્તિ સમ્પન્નતા, પ્રભુની અનંત કરુણા, પ્રભુની પરમ તારકતા, પ્રભુની મહાન સર્વજ્ઞતા, પ્રભુની અકારણ વત્સલતા, પ્રભુની નિષ્કારણ બંધુતા-આ તમામનો આપણને સતત અને પ્રતિપળ અનુભવ થઈ રહ્યો હોવા છતાં આપણને એની જો ખબર પડતી નથી તો એનું એક જ કારણ છે, આપણે મોહના નશામાં છીએ, આપણે વાસનાના નશામાં છીએ, આપણે મૂચ્છિત છીએ, આપણે લોભાંધ છીએ, આપણે ઉદ્ધત છીએ, આપણે ઉશૃંખલ છીએ. વિવેક, એક પ્રશ્ન તને પૂછું ? મન પાપ માટે તૈયાર હોવા છતાં, આંખ સામે પાપ માટેના સાનુકૂળ સંયોગો ઊભા થઈ ગયા હોવા છતાં, આકર્ષક પ્રલોભન આંખ સામે હાજર હોવા છતાં ય પાપમાં પ્રવૃત્ત | ૫૫

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100