Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 56
________________ થતાં તું અટકી ગયો હોય એવા અનુભવમાંથી તું શું ક્યારેય જીવનમાં ગુજર્યો જ નથી? રસ્તા પર ચાલતા કોકની ગાડી એકદમ તેજ ગતિથી તારા શરીરને સ્પર્શીને બાજુમાંથી નીકળી ગઈ હોય અને તું મરતા બચી ગયો હોય એવો અનુભવ તને શું જીવનમાં ક્યારેય થયો જ નથી ? - ટૂંકમાં, ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ, બન્ને ય ખતમ થઈ જવાના બધા જ સંયોગો ઊભા થઈ ગયા હોવા છતાં એ બન્ને પ્રાણો સલામત રહી ગયા હોય એવા અનુભવો જીવનમાં તને પણ થયા હશે તો મને પણ થયા છે. આ અનુભવોનો યશ તું કોને આપીશ ? આ અનુભવોના ચાલકબળ તરીકે તું કોનું નામ આપીશ ? આ અનુભવોના કેન્દ્રસ્થાને તું કોને રાખીશ? વિવેક, મારે અને તારે, આ જીવનમાં એક જ કામ કરવાનું છે, મોહના એકછત્રી આધિપત્યથી આત્માને મુક્ત કરવાનું. એમાં સફળતા મળતાવેત પ્રભુની સતત વહી રહેલ કરુણા આપણા ખ્યાલનો વિષય બનીને જ રહેશે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100