Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ ઉપયોગ માણસ-માણસ વચ્ચે રહેલ આત્મીયતાના સંબંધમાં કરુણતાજનક હદે કડાકો બોલાવી દીધો છે. ભૂકંપની તબાહી માણસ ટી.વી. પર નજરોનજર જોઈ રહ્યો છે, હજારો માણસોને મકાનોના કાટમાળ હેઠળ દબાઈ જતા એ નજરોનજર જોઈ રહ્યો છે. એમનાં શરીરમાંથી વહી રહેલ લોહી, એમનાં શરીરનાં ક્ષત-વિક્ષત અંગોપાંગો, એમના વિકૃત ચહેરાઓ, એ સહુની દિલ પીગળાવી નાખતી ચીસો, આ બધું ય ટી.વી. પર એને દેખાઈ રહ્યું છે અને સંભળાઈ રહ્યું છે અને છતાં એના હાથમાં રહેલ ચાનો કપ પડી જતો નથી, છૂટી જતો નથી, ખિન્ન વદને કપ નીચે મૂકી દઈને એ ચા પીવાનું માંડી વાળતો નથી. નમન, મારી તને ખાસ સલાહ પણ છે અને ભલામણ પણ છે કે જીવંત વ્યક્તિઓ સાથેના સંપર્કમાં મશીનોનો ઉપયોગ તું જે હદે ટાળી શકતો હોય તે હદે ટાળતો રહેજે. તારા શરીરને ટકાવી રહેલ હૃદયની જેમ તારા જીવન માટે પ્રોત્સાહક બનતી સંવેદનશીલતાને તું અચૂક જીવતદાન આપી શકીશ.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100