Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ ૨૫ દુઃખ અપ્રિય હોવા છતાં જીવનમાં આવે જ છે, એને દૂર કરવાના લાખ પ્રયાસો છતાં ય એ જીવનમાં અડ્ડો જમાવીને પડ્યું-પાથર્યું રહે જ છે. શું આનો કોઈ કાયમી વિકલ્પ જ નહીં હોય? હર્ષિત, ફૂલોની માળા તો તે જોઈ છે ને? જવાબ આપ. ફૂલોને તો તે ઘણી વાર જોયા હશે પણ એ ફૂલોને એક જ તાંતણે બાંધી રાખનાર દોરાનાં દર્શન તે ક્યારેય કર્યા છે ખરા? એ દોરો તારી નજરે ક્યારેય ચડ્યો છે ખરો? કદાચ આ પ્રશ્નનો તારો જવાબ “ના” માં જ હશે. તે જે વિકલ્પ માગ્યો છે ને દુઃખોથી મુક્ત થવાનો, એનો જવાબ આમાં છે. તારી નજર દુઃખો તરફ તો અનેકવાર ગઈ છે પણ એ દુઃખોને જન્મ આપનાર કારણો તરફ તારી નજર ક્યારેય ગઈ છે ખરી? દોરો તૂટવાની સાથે જ ફૂલો જેમ આપોઆપ વિખરાઈ જાય છે તેમ જીવનમાંથી દુઃખોનાં કારણોને દૂર કરતાંની સાથે જ આત્મા દુઃખમુક્ત થવાના માર્ગ પર આગેકૂચ કરતો જાય છે. યાદ રાખજે, કારણને જીવંત રાખીને કાર્યથી બચતા રહેવામાં કોઈને ય સફળતા મળી નથી અને મળવાની પણ નથી. દુઃખ એ જો કાર્ય છે તો પાપ એ કારણ છે. અશાતાનો ઉદય એ જ કાર્ય છે તો અશાતાનું દાન એ કારણ છે. દરિદ્રતા એ જ કાર્ય છે તો અનીતિ, ચોરી વગેરે કારણ છે. તને મારે એટલું જ પૂછવું છે કે તું દુઃખદ પરિણામથી જ તારી જાતને બચાવવા માગે છે કે પછી એ પરિણામને જન્મ આપતી પ્રક્રિયાથી તારી જાતને બચાવવા માગે છે? શું કહું તને? ४८

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100