Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 51
________________ બીજાની તો શું વાત કરું? મારી જ પોતાની વાત કરું તો નિખાલસ દિલે એકરાર કરું છું કે જેને સુખ-પ્રસનતા કે મસ્તી કહી શકાય એવા તમામ પ્રકારના અનુભવોથી હું દૂર ધકેલાતો જતો હોઉં એવું લાગે છે. કારણ શું હશે? સંજય, તને હું ઓળખું છું. તારી મહત્ત્વાકાંક્ષાઓનો મને ખ્યાલ છે. ધન પાછળની તારી આંધળી દોટ મેં ખુદે જોઈ છે. નંબર એક પર ટકી રહેવાનું તારું પાગલપન મારા ખ્યાલમાં છે. ભૂખ-તરસ-નિદ્રા-ઊંઘનું બલિદાન દઈને ય પૈસા બનાવતા રહેવાની તારી વૃત્તિનો મને ખ્યાલ છે. તને કદાચ ખ્યાલ જ હશે કે તું મને ઘણા વખત પહેલાં રૂબરૂ મળવા આવ્યો હતો ત્યારે મેં તને પૂછયું હતું કે ‘સંજય, તારે ખાધેપીધે સુખી થવું છે કે પછી પૈસે-ટકે સુખી થવું છે ?' ‘મહારાજ સાહેબ, ખાધેપીધે તો ગધેડા અને બળદિયા પણ સુખી હોય છે. આપણે તો પૈસે-ટકે સુખી થવાવાળા માણસ છીએ’ મેં તને પૂછેલા પ્રશ્નનો તારો આ જવાબ હતો. | ખેર, આજે તું સુખ-મસ્તી-પ્રસન્નતાના અનુભવ અંગે જ્યારે સમાધાન મેળવવા મારી સમક્ષ ઉપસ્થિત થયો છે ત્યારે મારે તને આ જ કહેવું છે કે સુખનો અનુભવ સંતોષને બંધાયેલો છે અને સંતોષ જરૂરિયાતપૂર્તિ આગળ અટકી જવા તૈયાર હોય છે. ૧તને ખબર જ હશે કે પેટ બહુ બહુ તો પાંચ-દસ રોટલી જ માગતું હોય છે. શરીર બહુ બહુ તો છ-સાત ફૂટની જગા જ માગતું હોય છે. પગ પણ પોતાના માપથી વધુ માપવાળા બૂટ પહેરવા તૈયાર થતા નથી. મોટા માપવાળાં કપડાં પહેરવા તો શરીર પણ તૈયાર થતું નથી. પણ છે. આ ૫ ૧

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100