Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ ૨૩)(IT). વ્યક્તિઓ સાથેના સંપર્કનાં સાધનો પુષ્કળ વધ્યા હોવા છતાં અને સરળતાથી ઉપલબ્ધ છતાં ખબર નહીં, એ સંપર્કમાં નથી આત્મીયતા અનુભવાતી કે નથી કોઈ ઉષ્મા અનુભવાતી. કારણ શું હશે એની પાછળ ? નમન, મંદિરમાં થતી આરતી વખતે ઘંટનું વાર્ડ અને મશીન વગાડે, એ બે વચ્ચે કંઈક ફરક તો રહેવાનો જ ને ? તારા મિત્રને તું રૂબરૂ મળે અને ટેલિફોનના માધ્યમે મળે, અનુભૂતિમાં ફરક તો અનુભવાવાનો જ ને ? મારા હસ્તાક્ષરવાળો પત્ર તને મળે અને એ પત્રની ઝેરોક્સ નક્ક તને મળે, તારા હ્રદયમાં ઊઠતાં સંવેદનોમાં ફરક તો પડવાનો જ ને ? એક ચીજનું સર્જન માણસ કરે અને એ જ ચીજનું સર્જન મશીન કરે, એનો ઉપયોગ કરનારની અનુભૂતિમાં કઈક તો તફાવત પડવાનો જ ને ? અરે, જીવંત પાત્રોવાળું નાટક તું જુએ અને થિયેટરના પડદા પર પ્રગટ ધનું પિક્ચર જુએ, તારા હૃદયમાં ઊઠતી લાગણીઓમાં ફરક તો રહેવાનો જ ને ! તેં જે પુછાવ્યું એનો આ જ જવાબ છે. સંપર્કનાં સાધનો જરૂર વધ્યા છે પણ જીવંત નહીં, મૃત ! ટેલિફોન, ઈ-મેઈલ, વેબસાઇટ, ટેલિવિઝન, કેબલ, વિડીયો, ઉપગ્રહ, સેટેલાઇટ કેબલ વગેરે બધાયમાં જીવંતતા ક્યાં ? સંવેદનશીલતા ક્યાં ? લાગણીશીલતા ક્યાં ? નમન, વિજ્ઞાનયુગે માલસ-માણસ વચ્ચેના હજારો માઈલોના અત્તરને નામશેષ કરી નાખવામાં સફળતા જરૂર હાંસલ કરી છે પણ એ અંતરને નામશેષ કરી નાખતાં સાધનોના બેફામ ૪૫

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100