Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ ૨૨ દુઃખથી છુટકારો મેળવવાના પ્રયાસોમાં સફળતા નથી જ મળી મને, એવું તો નહીં કહું પણ એ સફળતા ચિરંજીવી આજસુધી તો નથી બની શકી. કારણ શું હશે એની પાછળ, એ હું જાણવા માગું છું. બી સંવેગ, કૂતરાની પૂછડીને સીધી રાખવામાં જો કાયમી સફળતા મળે, પથ્થરને ઉપર તરફ જ ધકેલતા રહેવામાં જો કાયમી સફળતા મળે, પાણીને ઉષ્ણ રાખવામાં જો કાયમી સફળતા મળે તો જ સંસારમાં રહેનાર વ્યક્તિને - પછી ચાહે એ સજ્જન હોય કે દુર્જન હોય, સાધુ હોય કે સંસારી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, શ્રીમંત હોય કે દરિદ્ર હોય - દુઃખથી છુટકારો મેળવવામાં કાયમી સફળતા મળે! હા. એક વિકલ્પ એવો છે ખરો કે જે વિકલ્પ તને દુ:ખમાં ય દુ:ખનો અનુભવ થવા ન દે, પ્રતિકૂળતામાં ય તને પ્રતિકૂળતાજન્ય વ્યથાનો અનુભવ થવા ન દે, અગવડમાં ય તને અગવડતાજન્ય વેદનાનો અનુભવ થવા ન દે. કયો છે એ વિકલ્પ, એમ જો તું પૂછતો હો તો એનો જવાબ આ છે. દુઃખ ભલે એમ ને એમ રહે, દુઃખને જોવાનો તારો દૃષ્ટિકોણ બદલી નાખ. હકારાત્મક દૃષ્ટિકોણ, સમ્યક દૃષ્ટિકોણ, વિધેયાત્મક દૃષ્ટિકોણ તારા દુઃખને કદાચ રવાના ભલે નહીં કરે પણ તને દુઃખી બનાવતા રહેવાની દુ:ખની તાકાતને તો એ તોડી જ નાખશે. સંવેગ, મનની વક્રતા આ છે કે એ દુઃખી થવા તૈયાર છે પણ દૃષ્ટિકોણ બદલવા તૈયાર નથી. એ હતાશ થવા તૈયાર છે પણ હકારાત્મક અભિગમ અપનાવવાની એની કોઈ જ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100